Western Times News

Gujarati News

રાજ્યભરમાં હાડ થિજવતી ઠંડીથી જનજીવનને અસર થઈ

અમદાવાદ, રાજસ્થાનમાં કોલ્ડવેવની સ્થિતિથી ઉત્તર પૂર્વ તરફથી બર્ફીલા પવનો તીવ્ર ગતિએ ફુંકાતા અમદાવાદ સહિત રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડીથી નાગરિકો ઠુંઠાવાયા હતા. બર્ફીલા પવનો ફુંકાતા જનજીવન પર વ્યાપક અસર પડી છે. મીની વાવાઝોડા જેવા ઠંડા પવનોને લીધે રાજ્યના તમામ શહેરોમાં ઠંડીનો પારો ગગડ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સૂકું વાતાવરણ રહેશે તેવી આગાહી કરી છે.

ઉતરી પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હાલ ઠંડીમાં વધારો થયો છે. પવનને કારણે ઠંડીનો વધુ અહેસાસ થઈ રહ્યો છે. પવનની ગતિ ૧૮ કેએમ પ્રતિ કલાકની છે. અમદાવાદમા સીઝનનું સૌથી ઓછું ૧૦ ડિગ્રી તાપમાન નોંધાયું, તો નલિયામાં સૌથી ઓછા તાપમાન ૨ ડિગ્રી સાથે કોલ્ડવેવ નોંધાયું. ૨૪ કલાક બાદ ૨ થી ૩ ડિગ્રી તાપમાન વધશે અને ઠંડીમાં સામાન્ય ઘટાડો થશે. દક્ષિણ ગુજરાતમાં ૨ ડિગ્રી તાપમાન વધી શકે છે.

અતિશય ઠંડા પવન અને અસહ્ય ઠંડીને લીધે લોકો ઠુંઠવાયા હતા. રસ્તાઓ પર લોકોની અવરજવર ઘટી હતી. અને બજારો પણ સુમસાન થઈ ગયા હતા. દિવસ દરમિયાન લોકો શ્વેટરમાં લપેટાયેલા રહ્યા હતા. રાજ્યના ચાર શહેરોમાં ઠંડીનો પારો ૧૦ ડિગ્રીની નીચે નોંધાયો. ૮.૧ ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચુ તાપમાન જાેવા મળ્યુ. જ્યારે વલ્લભવિદ્યાનગરમાં ઠંડીનું તાપમાન ૯.૪ ડિગ્રી પર પહોંચ્યુ.

પાટનગર ગાંધીનગરમાં ઠંડીનો પારો ૧૦.૫ ડિગ્રી પર પહોંચ્યો છે. જ્યારે ડીસામાં ઠંડીનું તાપમાન ૧૦.૬ ડિગ્રી પર પહોંચ્યુ. આ તરફ ભૂજ અને સુરેન્દ્રનગરમાં ઠંડીનો પારો ૧૧.૨ ડિગ્રી પર પહોંચ્યો. જ્યારે વડોદરામાં ઠંડીનો પારો ૧૧.૬ ડિગ્રી પર પહોંચ્યો. અમદાવાદમાં ઠંડીનો પારો ૧૨.૧ ડિગ્રી પર પહોંચ્યો હતો. કાતિલ ઠંડીથી સમગ્ર ઉત્તર ભારત ઠંડીથી ઠુંઠવાયું છે. દિલ્લીમાં શિયાળાની સીઝનનું સૌથી નીચુ ૪.૪ ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.

ભારે ધુમ્મસને લીધે વિઝિબિલિટી ઘટીને ૨૦૦ મીટર પર આવી ગઈ હતી. ભારે ધુમ્મસને કારમે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. જ્યારે ૨૫થી વધુ ટ્રેનો મોડી ચાલી રહી છે. ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં પણ કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. દિલ્લી ઉપરાંત જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર પણ કાતિલ ઠંડીથી ઠુંઠવાયા હતા. રાજસ્થાનના ચુરૂમાં તાપમાન શૂન્યથી નીચે એટલે કે ૦.૯ ડિગ્રી પર પહોંચી ગયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.