Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

મુખ્યમંત્રી આજે એમ.જી. વડોદરા ઇન્ટરનેશનલ હેરિટેજ મેરેથોન ૨૦૨૩ નો પ્રારંભ કરાવશે

વડોદરા, વડોદરા શહેર એમ.જી. વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનની ૧૦મી આવૃત્તિ માટે તૈયારી કરી રહ્યું છે, જેમાં વડોદરા શહેરનાં મોટાભાગનાં હેરિટેજ સ્થળોની ઉજવણી પણ સામેલ થશે. આ રેસમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દોડવીરોની હાજરી જાેવા મળશે.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલ તા.૮ જાન્યુઆરી રવિવારના રોજ સવારે ૭.૩૦ કલાકે શહેરના નવલખી મેદાન ખાતેથી મેરેથોનનો પ્રારંભ કરાવશે.

તેમની સાથે ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી હશે. તેઓ સવારે ૫ વાગ્યે નિર્ધારિત રનને ફ્લેગ ઓફ કરશે. મુખ્યમંત્રી જવાન રન, સ્વચ્છતા રન, સંકલ્પ રન અને ફન રનને ફ્લેગ ઓફ કરશે. એક કુશળ હાફ મેરેથોનર તરીકે હર્ષ સંઘવીએ ૫ કિમીની દોડમાં દોડવા માટે સહમતિ આપી છે. MGVM ૨૦૨૩ એ દિવ્યાંગ પેરાલિમ્પિક રન પણ છે જેમાં ૧૬૦૦ રજીસ્ટ્રેશન છે,જેમાંથી ૨૦ પ્રોસ્થેટિક લેગ એથ્લેટ છે.જેઓ અન્ય દોડવીરોને પ્રોત્સાહન પૂરું પાડવામાં મદદરૂપ બનશે.સ્ય્ફસ્ ની ૧૦ મી આવૃત્તિ માટે ૯૨,૦૦૦ થી વધુ દોડવીરોએ નોંધણી કરાવી છે.

તેઓ ફુલ મેરેથોન, હાફ મેરેથોન, મેરેથોન રિલે,૧૦ કિમી દોડમાં ભાગ લેશે તેમજ વડોદરા શહેરની ઇતિહાસ સમાન હેરિટેજ ઇમારતો સાથેના રૂટ પર ૫ કિમીની ફન રનમાં ભાગ લેશે. આ મેરેથોન રેસમાં હેરિટેજ પોઈન્ટ જેવા કે માંડવી ગેટ, રાવપુરા ટાવર, સુરસાગર તળાવ અને ન્યાયમંદિર જાેવા મળશે. જૂના શહેરમાં દોડવીરો ભૂતકાળના જૂના સ્મારકોને જાેશે અને આને ગુજરાતની સૌથી મોટી હેરિટેજ મેરેથોન બનાવશે. અન્ય હાઇલાઇટ્‌સમાં વડોદરાના મેરેથોનર ગૌતમ પવાર દ્વારા પ્રશિક્ષિત મધ્યપ્રદેશના નાના ગામડાઓના ૧૦ થી ૧૫ દોડવીરોની હાજરીનો સમાવેશ કરવામાં આવશે. સ્ય્ફસ્ ૨૦૨૩ માં નવી દિલ્હીથી વાય ૨૦ ના ૧૫ પ્રતિનિધિઓ તેના કન્વીનર અજય કશ્યપની આગેવાની હેઠળ હાજરી આપશે, જેથી યુવાનોની તંદુરસ્તી અને સુશાસનના તેમના કારણો માટે જાગૃતિ ફેલાવવામાં આવી શકે.

MG વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન દોડવીરોની આરામ અને સલામતીમાં પણ નવા માપદંડો સ્થાપિત કરશે, જેમાં ઝ્રઁઇ પ્રશિક્ષિત સ્વયંસેવકોની એક ટીમ હાજર હશે, જેઓ દોડ સમયે કોઈપણ કટોકટીને પહોંચી વળવા સક્ષમ હશે. એ માટે ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ, વડોદરા દ્વારા આયોજિત વિશેષ તાલીમ સત્રમાં સ્વયંસેવકોના જૂથને તાલીમ આપવામાં આવી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers