Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

૧૧ ઈ-રીક્ષાનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું

(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ તાલુકા પંચાયત ધ્વારા સ્વચ્છતા અભિયાનને વેગ આપવા તાલુકા કક્ષાની ગ્રાન્ટમાંથી ૧૧ ઈ-રીક્ષાનું આયોજન કરાયુ હતુ.જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે રિબન કાપી ઈ-રીક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.

વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાનને વેગ આપવા તેમજ ગામડાના ઘન કચરાને ડોર ટુ ડોર ઉઠાવી નિયત જગ્યાએ નાંખવામાં આવે આ બાબત પર વિશેષ ભાર તાલુકા પંચાયત પ્રમુખ રોનક પટેલે મુક્યો હતો.૧૫ માં નાંણા પંચની તાલુકાકક્ષાની ૨૦ ટકા ગ્રાન્ટ માંથી ૧૧ ઈ-રીક્ષાનું આયોજન કરાયુ હતુ.આમોદ તાલુકા પંચાયત ખાતે ઈ-રીક્ષાનું લોકાર્પણ આમોદ-જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે રિબન કાપી કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે ધારાસભ્યએ ઉપસ્થિત સરપંચો અને તલાટીઓને ઈ-રીક્ષાનો ઉચિત રીતે ઉપયોગ કરવામાં આવે એ માટે ધ્યાન આપવા જણાવ્યુ હતુ.લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત.આર.જાેષીએ ઈ-રીક્ષાને ચલાવવા માટે યોગ્ય માર્ગદર્શન આપ્યુ હતુ.ગામોને ઈ-રીક્ષા મળતા લોકોમાં હર્ષની લાગણી પ્રસરી જવા પામી હતી.
આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોર, તાલુકા પંચાયત પ્રમુખ રોનક પટેલ,તાલુકા સદસ્ય સહિત અનેક ગામના સરપંચ અને તલાટીઓ તેમજ આમોદ તાલુકા ભાજપ પ્રમુખ વિમલ પટેલ, મહામંત્રી ડૉ.પ્રવિણસિંહ રાઉલજી,દિપક ચૌહાણ,તાલુકા પંચાયત સભ્ય સંજયસિંહ રાજ, ઈસ્માઈલ પારિયા સહિતના તાલુકા પંચાયત અને ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers