Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

કરિશ્મા કા કરિશ્મા ફેમ જનક શુક્લાએ કરી સગાઈ

મુંબઈ, ૯૦ના દશકાના હિટ શો ‘કરિશ્મા કા કરિશ્માની ચાઈલ્ડ એક્ટ્રેસ જનક શુક્લા યાદ છે? તે હવે મોટી થઈ ગઈ છે અને એક્ટિંગથી દૂર છે. પૂર્વ એક્ટ્રેસ તેના જીવનના નવા ચેપ્ટરની શરૂઆત કરતાં ચર્ચામાં આવી છે. વાત એમ છે કે, હાલમાં જ તેના બોયફ્રેન્ડ સ્વપ્નિલ સૂર્યવંશી, જે સર્ટિફાઈડ ફિટનેસ ટ્રેનર છે, તેની સાથે રોકા થયા છે.

તેણે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર સેરેમનીમાંથી ઢગલો તસવીરો શેર કરી છે. જેમાં તે એકદમ સિમ્પલ લૂકમાં જાેવા મળી. તેણે પિંક કલરનો ડ્રેસ અને યલ્લો દુપટ્ટો નાખ્યો છે, જ્યારે સ્વપ્નિલે લાઈટ પર્પલ કૂર્તો અને વ્હાઈટ પાયજામો પહેર્યો છે.

જનક શુક્લાએ શેર કરેલી પહેલી પોસ્ટની તસવીરોમાં તે સ્વપ્નિલ સૂર્યવંશી સાથે કાઉચ પર બેઠી. બંને એકબીજાના હાથમાં હાથ અને આંખમાં આંખ પરોવીને બેઠા છે. આ સાથે લખ્યું છે ‘આખરે તે ઓફિશિયલ થઈ ગયું છે. રોકા થઈ ગયા’.

કંવર ધિલ્લોન, સૃષ્ટિ ઝા, મોહિત હિરાનંદાની, ગીતાંજલિ ટિકેકર, અવિકા ગોર, શ્રદ્ધા જયસ્વાલ, પ્રિયલ મહાજન, ચારુ મહેરા તેમજ મુગ્ધા ચાફેકર સહિતના ઈન્ડસ્ટ્રીના સેલેબ્સે કોમેન્ટ કરીને કપલને અભિનંદ પાઠવ્યા છે.

તો મમ્મી અને અનુભવી એક્ટ્રેસ સુપ્રિયા શુક્લાએ લખ્યું છે ‘હંમેશા ખુશ રહો, તમને બંને પ્રેમ કરું છું. જનક શુક્લાએ મમ્મી-પપ્પા અને સાસુ-સસરા સાથેની કેટલીક તસવીરો પણ અન્ય પોસ્ટમાં શેર કરી છે. જેમાં તે નાની બહેનને મળતાં ઈમોશનલ થતી જાેવા મળી. આ સાથે લખ્યું છે ‘પરિવાર સાથે કેટલીક તસવીરો.

સુપ્રિયા શુક્લાએ પણ ફંક્શનમાં કરવામાં આવેલી વિધિની તસવીરો શેર કરી છે અને લખ્યું છે ‘મેરે ઘર આઈ એક નન્હી પરી… ભગવાનની દયાથી અમારો પરિવાર મોટો થયો છે કારણ કે, સ્વપ્નિલ અને તેના માતા-પિતા અમારા પરિવારનો ભાગ બન્યા છે. પ્રેમ અને આશીર્વાદ સાથે ઘરે રોકા સેરેમની કરવામાં આવી. ભગવાનનો આભાર.

ઉપરથી અમારા વડીલોએ તેમનો જે પ્રેમ અમારા પર વરસાવ્યો છે તેના આભારી છીએ. અમારા બાળકો પર ભગવાનના આશીર્વાદ છે. આ ખાસ ક્ષણો મારા મિત્રો અને ઈન્સ્ટા પરિવાર સાથે શેર કરી રહી છું. આપ લોકોએ હંમેશા મારા પર પ્રેમ વરસાવ્યો છે અને મારા પરિવારની ભલાઈ ઈચ્છી છે. શોમાં મારી દીકરીઓના ઘણા સંબંધો કર્યા હવે જનકનો વારો છે. લવ યુ પ્રિન્સેસ અને સ્વપ્યા.

જનક શુક્લાએ ૧૫ વર્ષની ઉંમરે એક્ટિંગમાંથી બ્રેક લીધો હતો. ‘કરિશ્મા કા કરિશ્મા’ હિટ ગયા બાદ તેને શાહરુખ ખાન, પ્રીતિ ઝિન્ટા અને સૈફ અલી ખાન સ્ટારર ‘કલ હો ના હો’ અને હોલિવુડ ફિલ્મ ‘વન નાઈટ વિથ ધ કિંગ’માં કામ કરવાની તક મળી હતી. તેણે પોતાના અભ્યાસ પર ફોકસ કરવા માટે કામમાંથી બ્રેક લીધો હતો. જણાવી દઈએ કે, તેણે માસ્ટર ઈન આર્કિયોલોજી કર્યું છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers