Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

સૈફ અને કરીના કપૂર ખાન રણબીર-આલિયાના ઘરે પહોંચ્યા

મુંબઈ, કરીના કપૂર, કરિશ્મા કપૂર, સૈફ અલી ખાન, નીતૂ કપૂર અને તૈમૂર અલી ખાન રવિવારના રોજ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના ઘરે પહોંચ્યા હતા. આલિયા અને રણબીરની દીકરી રાહાને મળવા માટે તેઓ તેમના નિવાસસ્થાન વાસ્તુ પહોંચ્યા હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે પહેલા કપૂર પરિવાર કરિશ્મા કપૂરના ઘરે ભેગો થયો હતો. તેમણે ત્યાં પરંપરાગત વાનગીનો આનંદ માણ્યો હતો અને પછી તેઓ વાસ્તુ પહોંચ્યા હતા. કરીના કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સ્ટોરી સેક્શનમાં કરિશ્મા કપૂરના ઘરની તસવીરો શેર કરી છે. પ્રથમ સ્ટોરીમાં જાેઈ શકાય છે કે સૈફ અલી ખાન, રીમા જૈન, નતાશા નંદા બેઠા છે અને ફોટો માટે પોઝ આપી રહ્યા છે.

કરીનાએ લખ્યું છે- Jam-Fam. ત્યારપછી તેણે એક તસવીર શેર કરીને વાનગીઓની ઝલક ફેન્સને બતાવી છે, સાથે જ તેણે લખ્યું , લોલોના ઘરનું ભોજન. ત્યારપછી તેઓ રણબીર-આલિયાના ઘર તરફ જવા નીકળ્યા હતા. કરીના અને કરિશ્માએ બ્લેક એન્ડ વ્હાઈટ આઉટફિટ્‌સ પહેર્યા હતા. જ્યારે સૈફ અલી ખાને બ્લ્યુ શર્ટ અને ડેનિમ પહેર્યા હતા. તૈમૂર વ્હાઈટ ટીશર્ટ અને શોર્ટ્‌સમાં જાેવા મળ્યો હતો.

કરીના કપૂરે મીડિયાને પોઝ પણ આપ્યો હતો. તૈમૂરના ચહેરા પર ઉત્સાહ જાેવા મળી રહ્યો હતો. આ વીડિયો જાેઈને ફેન્સ લખી રહ્યા છે કે, શું તૈમૂર બહેન રાહાને મળવા માટે ઉત્સુક છે? ઉલ્લેખનીય છે કે કરિશ્મા અને કરીનાની સાથે નીતૂ કપૂર પણ જાેડાયા હતા. તેઓ પણ પ્રિન્ટેડ ક્રીમ ટોપ અને વ્હાઈટ પેન્ટ્‌સમાં જાેવા મળ્યા હતા.

રાહાને મળ્યા પછી તૈમૂરની શું પ્રતિક્રિયા હતી તે હવે કરીના અથવા રાહાના માતા-પિતા વાત કરશે ત્યારે જ જાણવા મળી શકશે. તમને જણાવી દઈએ કે આલિયા અને રણબીરની દીકરી રાહાનો જન્મ ૬ નવેમ્બર, ૨૦૨૨ના રોજ થયો હતો. ૧૪ એપ્રિલ, ૨૦૨૨ના રોજ આલિયા અને રણબીર લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. જૂન મહિનામાં આલિયાએ પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers