Western Times News

Gujarati News

બાયડ પોલીસે ચાઈનીઝ દોરીની ૯૭ ફીરકી સાથે એક ઈસમને ઝડપી પાડ્યો

(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે જીલ્લામાં ચાઈનીઝ દોરીનો વેપલો કરતા આરોપીઓને ઝડપી પાડવા પોલીસતંત્રને શખ્ત કાર્યવાહી કરવાનો આદેશ આપતા તંત્ર હરકતમાં આવ્યું છે અને બાયડ પોલીસ બાતમી ના આધારે રેડ કરતા બાયડ પોલીસે ગેરકાયદેસર વેચાણ થતી ચાઇનીઝ દોરી સાથે એક ઈસમ ને ઝડપી પાડ્યો હતો

બાયડ શહેરના લાખેશ્વરી વિસ્તારમાં ચાઇનીઝ દોરી નો ગેરકાયદેસર વેચાણ થતી હોવાની બાતમી બાયડ પોલીસને મળતા પોલીસે ચાઈનીઝ દોરી ખાનગી રાહે વેચાણ કરતા વિજયભાઈ નગીનભાઈ વાઘરી (રહે. લાખેશ્વરી વિસ્તાર બાયડ) ઇસમના ઘરે રેડ પાડતા ઘરના આગળના ભાગની ઓસરીમાં બે ખોખા મળી આવેલ હતા. જેમાં તપાસ કરતા સ્ર્ંર્દ્ગં જીદ્ભરૂ લખેલી ચાઇનીઝ દોરીની ૯૭ નંગ ફીરકી મળી આવેલ હતી જેની કુલ કિંમત રૂ.૨૯,૧૦૦/- ના મદ્દુામાલ સાથે ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી .

બાયડ પોલીસે ચાઈનીઝ દોરી પકડી પાડતા બાયડ માં ચાઈની દોરીનું વેચાણ કરતા વેપારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા દોરી ના વેપારીઓમાં હજુ પણ અંદરખાને ચાઈનીઝ દોરી નો વ્યાપાર થતો જાેવા મળી રહ્યો છે ત્યારે બાયડ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવે તો ચાઈનીઝ દોરી નો મોટો જથ્થો મળી આવે તેમ છે જેથી કરીને માણસ તેમજ પક્ષીઓ નો જીવ બચી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.