Western Times News

Gujarati News

મઠવાસ દૂધ મંડળીના વ્ય. કમિટીના સભ્યોનો તાલીમ વર્ગ યોજાયો

(પ્રતિનિધિ)મોડાસા, અરવલ્લી જિલ્લા સંઘ મોડાસાના એઉપક્ર્મે માલપુર તાલુકાના મઠવાસ દુધ ઉ.સં.મં.લી ના વ્યવસ્થાપક સમિતીના સભ્યોના તાલીમ વર્ગનો આરંભ થયો.
માલપુર તાલુકાની મઠવાસ દુધ ઉ.સં.મં.લી. માં વ્ય.સમિતીના સભ્યોનો તાલીમ વર્ગમાં શિવશક્તિ મહિલા દુધ ઉ.સં.મં.લી.તથા મોટી જેસવાડી દુધ.ઉ.સં.મં.લી.તથા મઠવાસ દુધ ઊ.સં.મં.લી.ના તાલીમ વર્ગ નો આરંભ મઠવાસ દુધ ઉ.સં.મં.લી.ના ચેરમેન રામાભાઇ પટેલ તથા સુરેશભાઇ જે.પટેલ ના હસ્તકે થયો જેમાં મોટી સંખ્યામાં ઉપરોક્ત મંડળીના વ્ય.સમિતિ હાજર રહ્યા એક.ઓફિસર શ્રી જાેષીએ મંડળીનો વિકાસ તથા આઝાદીના અમૃતમહોત્સવના આધારે સહકારી દ્વારા જાગૃતિ અને રોજગારી વિષે માહિતી આપેલ રીટાયર્ડ એક.ઓફીસર સુરેશભાઇ જે.પટેલ દ્વારા સમિતીના કાર્યો અને ફરજ નો વિસ્તૃત ખ્યાલ આપ્યો સંઘના કર્મચારી કુલદીપ જે.પટેલ,યાજ્ઞિક પટેલ દ્વારા વર્ગની સફળતા માટે જહેમત ઉઠાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.