Western Times News

Gujarati News

૧૯૫૫માં આફ્રિકામાં સૌપ્રથમ BAPS મંદિરની પ્રતિષ્ઠા મોમ્બાસા ખાતે થઈ હતી

Hon. Justice Alfonse Chigamoy Owiny-Dollo Chief Justice of Uganda

૧૯૮૫ માં કેન્યાના ‘લેન્ડ એન્ડ સેટલમેન્ટ મંત્રી’ શ્રી જોસેફ મટુરિયા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના હસ્તે થયા હતા વ્યસન્મુક્ત, જાહેર સભામાં હજારોની મેદની સમક્ષ દારૂના વ્યસન-ત્યાગની લીધી હતી પ્રતિજ્ઞા  

યુગાન્ડાના મુખ્ય ન્યાયાધીશ માન. જસ્ટિસ અલ્ફોન્સ ચિગામોય ઓવિની-ડોલોએ જણાવ્યું,

“હું ખૂબ જ આનંદિત છું આ પ્રમુખસ્વામી મહારાજ નગરના દર્શન કરીને, અને મારું સૌભાગ્ય છે કે મેં અક્ષરધામના દર્શન કર્યા છે. અહી દરેક માણસોના ચહેરા પર પૂર્ણતા અને સંતોષનો ભાવ જોવા મળે છે એ જ આ નગરની દિવ્યતા અને ભવ્યતા દર્શાવે છે.

BAPS Africa Yuvak’s performing traditional dance on the stage

આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં “વિશ્વ એક માળો છે” તેના દ્વારા “વસુધૈવ કુટુમ્બકમ” ની ઉદ્દાત ભાવનાનો પરિચય મળે છે. પ્રમુખસ્વામી મહારાજ નું જીવન અને કાર્ય એ આપણાં માટે આધ્યાત્મિક ઊર્જાનો સ્ત્રોત છે. પ્રમુખસ્વામી મહારાજે આપેલા આદર્શો અને મૂલ્યો સાચા અર્થમાં આદર્શ માનવીનું નિર્માણ કરી શકે છે. હું ખૂબ જ ખુશ છું કારણકે મને મહંત સ્વામી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત થયા છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.