Western Times News

Gujarati News

ખેડૂતોની સમૃદ્ધિ માટે અઢી કિલો તેલ પી ગઈ મહિલા

આદિલાબાદ, આદિલાબાદ જિલ્લાના નારનૂર મંડળના મુખ્ય મથક ખાતે એક મેળો યોજાય છે. જ્યાં છ દાયકાથી વધુ સમયથી અનુસરવામાં આવતી પરંપરાને વળગી રહીને, સંયુક્ત આદિલાબાદ જિલ્લાના નારનૂર મંડળના મુખ્ય મથક ખાતે આયોજિત વાર્ષિક પાંચ દિવસીય ખામદેવ જતારાના મેળામાં આદિવાસી મહિલાએ સાવર્ત્રિક શાંતિ માટે અઢી કિલો તલનું તેલ પીધું હતું.

હિન્દુ કેલેન્ડર વર્ષનો પવિત્ર મહિનો એટ્‌લે પુષ્ય મહિનો. તેની પૂર્ણિમાના બીજા દિવસે, મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના જીવીથી તાલુકાના કોડદેપુર ગામની મેસરામ નાગુબાઈ કે જે થોડાસમ કુળની પૈતૃક બહેન છે તેમણે મોટા જથ્થામાં તલનું તેલ પીને મેળાની શરૂઆત કરી હતી.

બાદમાં મંદિર સમિતિના સભ્યોએ તેમનું અભિવાદન કર્યું હતું. થોડાસમ કુળની પરંપરા મુજબ કુળની એક પૈતૃક બહેને ત્રણ વર્ષ સુધી સતત ઘરમાં બનાવેલ તલનું તેલ મોટી માત્રામાં પીવું પડે છે. તેઓ માને છે કે પરંપરાને આગળ ધપાવવાથી ખેડૂતોને સારું ઉત્પાદન મળશે અને આદિવાસી સમુદાયના લોકો હંમેશ માટે ખુશીથી જીવશે.

તેઓના જણાવ્યા અનુસાર, આ પરંપરા ૧૯૬૧માં પાછી શરૂ કરવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધીમાં કુળની ૨૦ જેટલી પૈતૃક બહેનોએ આ પરંપરાને સફળતાપૂર્વક નિભાવી છે.

તેલંગાણા અને મહારાષ્ટ્રના અસંખ્ય ભક્તોની સાથે, આદિલાબાદ જીપીના અધ્યક્ષ રાઠોડ જનાર્દન, આસિફાબાદના ધારાસભ્ય અત્રમ સક્કુએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

રાજીવ ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ, આદિલાબાદના ડૉ. રાહુલે આ મામલે કહ્યું છે કે તે શરીરના સ્ટેમિના પર આધાર રાખે છે, પરંતુ વધુ માત્રામાં તેલ અથવા ખાદ્યપદાર્થો પીવાથી વ્યક્તિના પાચનતંત્ર પર નકારાત્મક અસર જાેવા મળે છે.

એક જ સમયે મોટી માત્રામાં તેલનું સેવન કરવાથી ઉલટી થઈ શકે છે. તેમણે કહ્યું હતું કે તેનાથી ભવિષ્યમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ થવાની શક્યતાઑ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.