Western Times News

Gujarati News

રખડતા આખલાઓના ખસીકરણ માટે ખાસ ઝુંબેશ

Special campaign for elimination of stray bulls

(એજન્સી)ગાંધીનગર, રાજ્યના નાગરિકોને રખડતાં પશુઓના ત્રાસમાંથી મુક્ત કરવા માટે રાજ્ય સરકાર તબક્કાવાર અનેક પગલાઓ ભરી રહી છે ત્યારે આગામી સમયમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં રખડતા આખલાઓના ખસીકરણ માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે. તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે.

રાજ્યની ૮ મહાનગરપાલિકા અને ૧૫૬ નગરપાલિકાઓ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં આ ઝુંબેશ અંતર્ગત એક વર્ષથી વધુ ઉંમરના અંદાજે ૫૦ હજાર રખડતા આખલાઓનું ખસીકરણ કરવામાં આવશે. એટલું જ નહીં, ખસીકરણ બાદ એક અઠવાડિયા માટે પશુઓના નિભાવ અને સાર સંભાળની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

મંત્રીએ આ સંદર્ભે વધુમાં ઉમેર્યું કે, ‘રાજ્યમાં રખડતા ઢોરની જાળવણી માટે રાજ્યની ૮ મહાનગરપાલિકાઓમાં ૧૭ અને ૬ ઝોન અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, ભાવનગરમાં ૮૮ મળીને કુલ ૧૦૫ કેટલ પોન્ડ્‌સ કાર્યરત કરવામાં આવ્યા છે.’

આ ખસીકરણની કામગીરી નિષ્ણાંતોની ટીમ દ્વારા કરવામાં આવશે. સમગ્ર ખસીકરણ કામગીરી વેટેરનરી કૉલેજાેના અધ્યાપકો તથા પશુપાલન ખાતાના પશુચિકિત્સા અધિકારીઓના સંકલનથી હાથ ધરાશે. આ ટીમમાં ૧ પશુચિકિત્સા અધિકારી, ૨ પશુધન નિરિક્ષક અને ૨ હેન્ડલરનો સમાવેશ કરવામાં આવશે.

તે ઉપરાંત ખસીકરણની કામગીરી વખતે આખલાઓને ઈયર ટેંગીગ પણ કરવામાં આવશે. ત્યાર બાદ ખસીકરણ કર્યાના એક સપ્તાહ પછી આખલાઓને મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની સહાય મેળવતી સંસ્થાઓમાં મોકલવામાં આવશે.

રાજ્યની ૮ મહાનગરપાલિકા અને ૧૫૬ નગરપાલિકાઓ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં આ ઝુંબેશ અંતર્ગત અંદાજે ૫૦ હજાર રખડતા આખલાઓનું ખસીકરણ કરવામાં આવશે. રાજ્યની ૮ મહાનગરપાલિકાઓમાં ૧૭ અને તેમજ છ ઝોનમાં ૮૮ મળી કુલ ૧૦૫ કેટલ પોન્ડ કાર્યરત પણ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર આ બાબતે ખાસ કામગીરી કરવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.