Western Times News

Gujarati News

NRIએ પ્રોપર્ટીના વેચાણ વખતે પોતે જીવીત છે તેવું ડિક્લેરેશન મોકલવું પડશે

NRIની પ્રોપર્ટીના વેચાણમાં થતી ગોલમાલને રોકવા નવા નિયમો

રાજ્યની કે દેશની બહાર રહેતા NRIએ પ્રોપર્ટીના વેચાણ વખતે પોતે જીવીત છે તેવું ડિક્લેરેશન મોકલવાનું રહેશે

(એજન્સી)અમદાવાદ, વિદેશમાં રહેતા ગુજરાતીઓની પ્રોપર્ટીને બારોબાર વેચી મારવાના બનાવો પર રોક લગાવવા સરકારે પાવર ઓફ એટર્નીનો દુરુપયોગ ના થાય તે માટે કેટલાક નિયંત્રણો મૂક્યા છે. ઘણીવાર એનઆરઆઈની પ્રોપર્ટીનો સોદો થયા બાદ તે પ્રોપર્ટી વિવાદમાં હોવાનું બહાર આવતું હતું, તેમજ બીજા પણ કાયદાકીય પ્રશ્નો ઉભા થતા હતા.

નવા નિયમ અનુસાર, રાજ્યની કે દેશની બહાર રહેતા એનઆરઆઈએ પ્રોપર્ટીના વેચાણ વખતે પોતે જીવીત છે તેવું ડિક્લેરેશન મોકલી આપવાનું રહેશે. આ સિવાય એનઆરઆઈની પ્રોપર્ટીના વેચાણમાં બીજા પણ કેટલાક ફેરફાર થયા છે. મહેસૂલ વિભાગ દ્વારા હાલમાં જ પાવર ઓફ એટર્નીના આધારે એનઆરઆઈની મિલકત વેચવાની પ્રક્રિયા અંગે બે મહત્વપૂર્ણ સર્ક્‌યુલર બહાર પાડવામાં આવ્યા છે.

એનઆરઆઈ દ્વારા જે વ્યક્તિને પોતાની પ્રોપર્ટીના પાવર ઓફ એટર્ની અપાયા છે તે વ્યક્તિ લોહીનો સંબંધ ધરાવતો કે પછી કોઈ થર્ડ પાર્ટી હોઈ શકે છે. જાેકે, પ્રોપર્ટીના વેચાણ વખતે દ્ગઇૈં માલિકે પોતાની હયાતીનું નોટરાઈઝ્‌ડ ડિક્લેરેશન સીલબંધ કવરમાં મોકલવાનું રહેશે,

જે સબ-રજિસ્ટ્રાર સમક્ષ જ ખોલવામાં આવશે. રેવન્યૂ ડિપાર્ટમેન્ટ દ્વારા એવું પણ ઠરાવવામાં આવ્યું છે કે એનઆરઆઈએ પોતાનું ડિક્લેરેશન સેલ ડીડની અરજી જે તારીખે કરવામાં આવી હોય તેના એક મહિનાની અંદર જ ફાઈલ કરવાનું રહેશે. આ ડિક્લેરેશનને સબ-રજિસ્ટ્રારની ઓફિસમાં ફરજિયાતપણે રજિસ્ટર્ડ કરાવવાનું રહેશે.

અમદાવાદ અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ એવા અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે કે જેમાં એનઆરઆઈની પ્રોપર્ટી પાવર ઓફ એટર્ની મારફતે ખરીદ્યા બાદ તેમાં વિવાદ થયા હોય. આ પ્રકારના મોટાભાગના કેસમાં પ્રોપર્ટીનું વેચાણ થયા બાદ અન્ય લોકો પણ તેમાં પોતાનો હિસ્સો હોવાના દાવા કરતા હોય છે.

સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ જેનુ દિવાન દ્વારા ૯ જાન્યુઆરી અને ૧૦ જાન્યુઆરીના રોજ આ મામલે બે સર્ક્‌યુલર બહાર પાડવામાં આવ્યા હતા. અગાઉ એવો નિયમ હતો કે પ્રોપર્ટીના એનઆરઆઈ માલિક હયાત છે તેવું ડિક્લેરેશન તેમના પાવર ઓફ એટર્નીએ જ ફાઈલ કરવાનું રહેતું હતું.

નવા નિયમ અનુસાર, હવે પાવર ઓફ એટર્ની ધરાવતી વ્યક્તિએ નહીં, પરંતુ પ્રોપર્ટીના એનઆરઆઈ માલિકને જ પોતે હયાત છે તેવું ડિક્લેરેશન સરકાર સમક્ષ જમા કરાવવું પડશે. આ ડિક્લેરેશન સેલ ડીડ ફાઈલ થયાના બીજા દિવસની તારીખનું રહેશે.

આ સિવાય ૫૦ રુપિયાના સ્ટેમ્પ પર કરવાના થતાં આ ડિક્લેરેશનમાં એમ પણ દર્શાવવાનું રહેશે કે તેમણે પોતાના પાવર ઓફ એટર્નીમાં કોઈ ફેરફાર નથી કર્યો તેમજ જે પ્રોપર્ટીનું વેચાણ થઈ રહ્યું છે તેના પર દેશની કોઈપણ કોર્ટમાં કોઈ કેસ પડતર નથી. આ ઉપરાંત, જાે પ્રોપર્ટીના સોદામાં વેચનારા તરફથી કોઈ ઠગાઈ થયાનું બહાર આવશે તો તેની જવાબદારી તેના દ્ગઇૈં માલિકની રહેશે તેવું પણ તેમણે લખી આપવું પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.