Western Times News

Gujarati News

કોરોનાના કારણે ચીનમાં ૧.૦૧ કરોડ લોકોના મોત થયા છે

નવી દિલ્હી, ચીન દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. પરંતુ દશકાઓ બાદ ગત વર્ષે પહેલીવાર ચીનની વસ્તીમાં ઘટાડો નોંધાયો છે. નિષ્ણાતોનું કહેવું છે કે, આ ઘટાડાની લાંબાગાળે અર્થતંત્ર પર વિપરીત અસર જાેવા મળી શકે છે.

આગામી અઠવાડિયે ચીનની સરકાર તરફથી ૨૦૨૨માં જન્મેલા કુલ બાળકોના આંકડાની વિગતો જાહેર કરવામાં આવી શકે છે, જેમાં ૧ કરોડ સુધીનો ઘટાડો દેખાઈ શકે છે, તેવું સ્વતંત્ર વસ્તીશાસ્ત્રી He Yafuનું કહેવું છે. ૨૦૨૧માં ૧.૦૬ કરોડ બાળકોના જન્મ થયા હતા અને તેના કરતાં પણ ૨૦૨૨માં સંખ્યા ઓછી હોઈ શકે છે.

૧૯૪૯માં પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાની સ્થાપના થઈ ત્યારથી સૌથી નીચો જન્મદર ૨૦૨૧માં નોંધાયો હતો અને આ સતત છઠ્ઠું વર્ષ હતું જ્યારે ઓછા બાળકો જન્મ્યા હતા. વસ્તીશાસ્ત્રીનું કહેવું છે કે, ૨૦૨૧માં દેશમાં ૧.૦૧ કરોડ લોકોના મોત થયા હતા અને તેના કરતાં પણ વધુ મોત ૨૦૨૨ના નોંધાઈ શકે છે અને તેનું એક કારણ કોરોના વાયરસનો ફેલાવો પણ છે.

વસ્તીની સંખ્યા ધારણાં કરતા વધુ ઝડપથી ઘટી રહી છે અને તેના કારણે વિકાસ રૂંધાઈ શકે છે. શ્રમિકોની સંખ્યા ઘટી રહી છે અને આગળ જતાં મકાનો માટેની લાંબાગાળાની માગ પણ ઘટશે તેમજ સરકારને પણ નેશનલ પેન્શન સ્કીમ હેઠળ વળતર ચૂકવવામાં મુશ્કેલી પડી શકે છે.

નિષ્કર્ષ એ આવશે કે, ચીનનું અર્થતંત્ર કદમાં યુએસના અર્થતંત્રને પછડાટ નહીં આપી શકે તેમજ દુનિયાની સૌથી વધુ વસ્તી ધરાવતા દેશનું બિરુદ પણ તે હારી શકે છે. જાે આમ થયું તો ભારત દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે. ચીનમાં છેલ્લા કેટલાય દશકાઓથી વન-ચાઈલ્ડ પોલીસી છે તેના કારણે પણ વધારાની મુશ્કેલીઓ નડી રહી છે અને જેન્ડર રેશિયો પણ નીચો ગયો છે.

પરિણામે એવી મહિલાઓની સંખ્યા ઘટી છે જે બાળકને યોગ્ય ઉંમરે જન્મ આપી શકે છે. સરકારે પરિવારોને એકથી વધુ બાળક લાવવાની છૂટ આપી હોવા છતાં પણ હવે મહિલાઓની ઉંમરમાં કોઈ ફેરફાર થઈ શકે તેમ નથી. ચીનના કેટલાક પ્રદેશોમાં દંપતીઓને બાળકો લાવવા માટે પ્રોત્સાહક વળતર આપવામાં આવે છે.

૧૦,૦૦૦ યુઆન જેટલી આર્થિક મદદ કરવા ઉપરાંત દર વર્ષે વધારાના ૩,૦૦૦ યુઆન પણ આપવામાં આવે છે. “જન્મદર વધારવા માટે કરાયેલા આ પ્રયત્નો હજી ખૂબ ઓછા છે અને તેની અમલવારીમાં મોડું પણ થઈ ગયું છે, તેમ Gavekal Dragonomicsના ક્રિસ્ટોફર બેડ્રોફે જણાવ્યું.

કામ કરી શકે તેવા વયજૂથના લોકોની વસ્તીમાં થયેલો ઘટાડો આનાથી પણ મોટો હશે. ૨૦૫૦માં આવા લોકોની સંખ્યા ઘટીને ૬૫૦ મિલિયન જેટલી થઈ જશે, ૨૦૨૦થી જ ૨૬૦ મિલિયનનો ઘટાડો જાેવા મળી રહ્યો છે, તેમ બ્લૂમબર્ગ ઈકોનોમિક્સમાં કહેવામાં આવ્યું છે.

નિવૃત્તિની વયને કારણે પણ કેટલાક પડકારો આવી શકે છે, તેમ UBS AG વાંગ તાઓએ જણાવ્યું. પરંતુ ચીને અમુક પડકારોને પાર કરીને ઊભરવું પડશે. ચાર દશકાઓથી ચીનમાં વ્હાઈટ-કોલર જાેબ કરતાં પુરુષો માટે નિવૃત્તિ વય ૬૦ અને મહિલાઓ માટે ૫૫ છે. જ્યારે તેનાથી વિપરીત જાપાન અને તાઈવાનમાં આનાથી પણ થોડી વધુ મોટી ઉંમરે નિવૃત્તિ લઈને પેન્શન મેળવી શકાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.