Western Times News

Gujarati News

બે વર્ષની થઈ વિરાટ અને અનુષ્કાની દીકરી વામિકા

મુંબઈ, ક્રિકેટર વિરાટ કોહલી અને બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માની દીકરી વામિકા કોહલી ૧૧ જાન્યુઆરીએ ૨ વર્ષની થઈ છે. વામિકાનો આજે જન્મદિવસ છે ત્યારે અનુષ્કા શર્માએ તેની સાથેની સુંદર તસવીર શેર કરીને એક ટૂંકી નોટ લખી છે. અનુષ્કા શર્માએ મા-દીકરીની સુંદર તસવીર શેર કરી છે જેમાં બંનેમાંથી એકેયના ચહેરા દેખાતા નથી.

અનુષ્કા અને વામિકા કોઈ પાર્કમાં બાંકડા પર બેઠેલા દેખાઈ રહ્યા છે. ફોટોમાં જાેઈ શકો છો કે નાનકડી વામિકા મમ્મીના ચહેરા પર કિસ કરી રહી છે. અનુષ્કા શર્માએ આ તસવીર શેર કરતાં લખ્યું, “બે વર્ષ પહેલા મારું હૃદય વધુ વિશાળ થયું હતું.” આ તસવીર પર વિરાટ કોહલીએ હાર્ટ ઈમોજી દ્વારા પ્રતિક્રિયા આપી છે.

અનુષ્કાના ભાઈ કર્ણેશે પણ હાર્ટ ઈમોજી દ્વારા પ્રતિક્રિયા આપી છે. આ સિવાય ફેન્સ અને અન્ય સેલેબ્સ આ ફોટો પર કોમેન્ટ કરીને વામિકાને જન્મદિવસની શુભેચ્છા આપી રહ્યા છે. વિરાટ કોહલીએ પણ પોતાની દીકરી સાથે એક સુંદર તસવીર શેર કરી છે.

ફોટોમાં જાેઈ શકો છો કે વિરાટ ઘાસમાં આડો પડ્યો છે અને વામિકા તેના પેટ પર માથું રાખીને ઊંઘી રહી છે. આ તસવીર શેર કરતાં વિરાટે લખ્યું, “મારી હાર્ટબીટ ૨ વર્ષની થઈ. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની દીકરી વામિકાનો જન્મ ૧૧ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ થયો હતો. વિરાટ અને અનુષ્કાએ ર્નિણય કર્યો છે કે તેઓ દીકરી સમજણી ના થાય ત્યાં સુધીનો તેનો ચહેરો દુનિયાથી છુપાવીને રાખશે.

એટલે જ તેઓ સોશિયલ મીડિયા પર જ્યારે પણ દીકરીનો ફોટો શેર કરે ત્યારે ચહેરો ના દેખાય તેનું ધ્યાન રાખે છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ વિરાટ-અનુષ્કાએ દીકરી વામિકા સાથે દુબઈમાં નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. જે બાદ તેઓ વૃંદાવન ગયા હતા.

વર્કફ્રંટની વાત કરીએ તો, અનુષ્કા શર્મા ચાર વર્ષ બાદ ફિલ્મી પડદે કમબેક કરી રહી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન ઝુલણ ગોસ્વામીની બાયોપિક ‘ચકદા એક્સપ્રેસ’માં અનુષ્કા શર્મા જાેવા મળશે. વામિકાના જન્મ પછી આ અનુષ્કાની પહેલી ફિલ્મ છે. ફિલ્મ ૨૦૨૩માં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.