Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

૭ મહિના સુધી રાખીએ કેમ છુપાવી રાખી લગ્નની વાત

મુંબઈ, ડ્રામા ક્વીન રાખી સાવંત અને બોયફ્રેન્ડ આદિલ ખાન દુરાનીના લગ્નની તસવીરો હાલમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. રાખી અને આદિલના કોર્ટ મેરેજની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકો અટકળો લગાવી રહ્યા હતા કે તેમણે લગ્ન કર્યા છે કે નવું કોઈ નાટક છે? જાેકે, હવે રાખી સાવંતે પોતે ખુલાસો કર્યો છે કે, તેણે બોયફ્રેન્ડ આદિલ સાથે લગ્ન કર્યા લીધા છે.

આ લગ્ન આજકાલના નથી પરંતુ સાત મહિના જૂના છે. સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ થયા બાદ રાખીએ એક ઈન્ટરવ્યૂ આપ્યો છે જેમાં તેણે આદિલ સાથે લગ્નની પુષ્ટિ કરી છે. સાથે જ અત્યાર સુધી લગ્ન કેમ છુપાવ્યા તેને લઈને પણ ધડાકો કર્યો છે.

અહેવાલ પ્રમાણે, રાખી સાવંતે પોતાના લગ્નની પુષ્ટિ કરતાં કહ્યું મારા લગ્નને સાત મહિના થઈ ગયા છે. આદિલે મને લગ્નની વાત છુપાવી રાખવાનું કહ્યું હતું. અમે કોર્ટ મેરેજ કર્યા હતા. જે બાદ અમારા નિકાહ થયા હતા. હું હવે જણાવી રહી છું કારણકે કહેવું જરૂરી હતું.

મારી જિંદગમાં ઉથલપાથલ સર્જાયેલી છે. રાખીનું કહેવું છે કે, તેણે અત્યારે આદિલ સાથેના લગ્નનો ખુલાસો કર્યો કારણકે તેને શંકા છે કે આદિલનું અફેર ‘બિગ બોસ મરાઠી’ની કોઈ કન્ટેસ્ટન્ટ સાથે ચાલી રહ્યું છે. એટલે જ રાખીએ હવે મીડિયા સામે પોતાના લગ્નની વાતનો ખુલાસો કરી દીધો છે.

રાખી અને આદિલ છેલ્લા સાત મહિનાથી પતિ-પત્ની છે. રાખીએ ખુલાસો કર્યો કે તેણે આદિલ સાથે કોર્ટ મેરેજ ઉપરાંત નિકાહ પણ કર્યા છે. રાખીનું માનીએ તો આદિલે તેને આ લગ્ન છુપાવીને રાખવાનું કહ્યું હતું. પરંતુ હવે રાખીને લાગે છે કે આદિલનું કોઈની સાથે ચક્કર ચાલી રહ્યું છે.

રાખીએ કહ્યું, હું ખૂબ પરેશાન છું. એક તરફ મારી મમ્મીની તબિયત ખરાબ થઈ રહી છે. મને સમજાતું નથી કે શું કરું.” ઉલ્લેખનીય છે કે, રાખી સાવંતની મમ્મી હોસ્પિટલમાં દાખલ છે. તેમને કેન્સરની સાથે બ્રેન ટ્યૂમર થયું છે. રાખીની મમ્મી હોસ્પિટલમાં દાખલ છે અને તેમની હાલતના લીધે જ રાખી ખૂબ પરેશાન છે.

રાખી સાવંતના આદિલ સાથે આ બીજા લગ્ન છે. બિઝનેસમેન આદિલ પહેલા રાખીએ રિતેશ સાથે લગ્ન કર્યા હતા. જાેકે, રિતેશ સાથેના લગ્ન પણ રાખીએ છુપાવીને રાખ્યા હતા. રાખીએ દાવો કર્યો હતો કે, રિતેશ નહોતો ઈચ્છતો કે લગ્નની વાત બહાર આવે કારણકે એક્ટ્રેસ સાથે તેના બીજા લગ્ન હતા અને તે પહેલેથી જ પરણિત હતો. એટલે જ તે દુનિયા સામે રાખીને બીજી પત્ની તરીકે સ્વીકારવાથી ડરતો હતો.

જાેકે, બાદમાં રાખી અને રિતેશ ‘બિગ બોસ ૧૫’માં સાથે જાેવા મળ્યા હતા. તેમણે પતિ-પત્ની હોવાની કબૂલાત કરી હતી. જાેકે, આ શોમાંથી બહાર આવ્યાના થોડા જ દિવસોમાં બંને અલગ થઈ ગયા હતા. રિતેશથી અલગ થયા પછી રાખીના જીવનમાં આદિલની એન્ટ્રી થઈ હતી. આદિલ અને રાખી ખુલ્લમખુલ્લા એકબીજા માટેનો પ્રેમ જાહેર કરતા હતા.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers