Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ટિ્‌વન્કલ વશિષ્ઠની દાસ્તાન-એ-કાબૂલમાં થઈ એન્ટ્રી

મુંબઈ, કુંડલી ભાગ્યમાં ક્રિતિકાના રોલમાં જાેવા મળેલી એક્ટ્રેસ ટિ્‌વન્કલ વશિષ્ઠ હવે ટીવી સીરિયલ અલીબાબાઃ દાસ્તાન-એ-કાબૂલમાં જાેવા મળશે.

આ શોમાં ટિ્‌વન્કલ નેગેટિવ રોલમાં જાેવા મળશે. અલીબાબાઃ દાસ્તાન-એ-કાબૂલની લીડ એક્ટ્રેસ તુનિષા શર્માએ ૨૪ ડિસેમ્બરે શોના સેટ પર જ આપઘાત કરી લીધો હતો. ૨૦ વર્ષની તુનિષાના મોત બાદ અલીબાબાઃ દાસ્તાન-એ-કાબૂલ’ના સેટ પર માહોલ કેવો છે? આ વિશે હાલમાં જ ટિ્‌વન્કલે વાત કરી છે. ઈન્ટરવ્યૂમાં ટિ્‌વન્કલે કહ્યું, હું છેલ્લા પાંચ વર્ષથી સીરિયલ કુંડલી ભાગ્યમાં ક્રિતિકાનો રોલ કરી રહી હતી.

આ રોલ સારો હતો. મારું પાત્ર પોઝિટિવ હતું એટલે જ હું કંઈક નવું કરવા માગતી હતી. મને હંમેશા નેગેટિવ રોલ આકર્ષતા રહ્યા છે. જ્યારે મને ‘અલીબાબાઃ દાસ્તાન-એ-કાબૂલ’ના મેકર્સે દુષ્ટ દૈવીશક્તિનો રોલ ભજવવાની મને ઓફર કરી તો મેં સ્વીકારી લીધી.

મારું પ્રોડક્શન હાઉસ પણ સપોર્ટિવ રહ્યું. અલીબાબાઃ દાસ્તાન-એ-કાબૂલનો ઓરિજિનલ સેટ નાયેગાંવમાં આવેલો છે પરંતુ હંગામી ધોરણે તેને થોડો દૂર ખસેડવામાં આવ્યો છે.

ટિ્‌વન્કલે આ શોના સેટ માટે શૂટિંગ કરવાનો અનુભવ શેર કરતાં કહ્યું, જ્યારે તમે કોઈ શો સ્વીકારો છે ત્યારે તેની આસપાસ ફરતા વિવાદ વિશે નથી વિચારતા. શોમાંથી તમને શું મળશે તેના વિશે જ વિચાર કરો છો. મને ખબર હતી કે આખી ટીમે ખાસ્સું સહન કર્યું છે.

પરંતુ મેં ફક્ત એટલું જ વિચાર્યું કે એક્ટર તરીકે આ શોથી મને લાભ થઈ શકે છે. ગઈકાલે મેં એક હેવી સીન શૂટ કર્યો હતો. મેકઅપ આર્ટિસ્ટ, કેમેરામેન સહિતના બધા જ ટીમ મેમ્બર્સના ઉદાસ ચહેરા જાેઈને મને દુઃખ થયું હતું. જ્યારે મેં બાકીના કલાકારો સાથે વાત કરી તો અનુભવ્યું કે તેઓ અંદરથી હચમચી ગયા છે પરંતુ શું કરે જિંદગીમાં આગળ વધવું જરૂરી છે.

શોનો લીડ એક્ટર શીઝાન ખાન ટિ્‌વન્કલનો ફ્રેન્ડ છે. તુનિષાના મોત બાદ તેની મમ્મીએ શીઝાન પર ગંભીર આરોપો લગાવતાં તેની ધરપકડ થઈ હતી. શીઝાન હાલ જ્યૂડિશિયલ કસ્ટડીમાં છે ત્યારે તેની આ હાલત જાેઈ ટિ્‌વન્કલ દુઃખી છે. એક્ટ્રેસે કહ્યું, લીડ એક્ટર સાથે મારો એક મહત્વનો સીન હતો. મેં નવા એક્ટરને શુભકામના આપી અને હું તેના માટે ખુશ છું પરંતુ સાથે જ મને શીઝાન માટે પીડા થાય છે.

તે અવારનવાર કુંડલી ભાગ્યના સેટ પર આવીને તેના મિત્રોને મળતો હતો. મેં પણ તેની સાથે ઘણીવાર વાત કરી છે. હવે દુઃખની વાત એ છે કે, તે ‘અલીબાબાઃ દાસ્તાન-એ-કાબૂલ’ માટે શૂટિંગ નહીં કરે. હું બસ એટલી જ પ્રાર્થના કરીશ કે સત્યનો વિજય થાય.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers