Western Times News

Gujarati News

વેરાવળમાં હેલ્પ એજ્યુકેશન દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

વેરાવળ, આજના આધુનિક યુગ મા ભરતણ પાયા ના પથ્થર સમાન છે અને આજ ના યુગ મા શિક્ષણ નુ ઘણું મહત્વ  છે જેથી મુસ્લિમ સમાજ શિક્ષણ શેત્રે આગળ આવે અને ભણતા વિદ્યાર્થીઓનુ આત્મવિશ્વાસ વધારવા હેલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આ વિદ્યાર્થીઓ  ને ઇનામ વિતરણ કરવામાં આવેલ હતું.

શિક્ષણ સેત્રે મુસ્લિમ સમાજ આગળ આવે તેવી અપીલ કરેલ હતી અને શિક્ષણ નૂ મહત્વ સમજાવેલ હતુ આ સમારોહમાં મા ધોરણ 10 થી phd કરેલા વિદ્યાર્થીઓ ઇનામ આપીને સન્માનિત કરી પ્રોત્સાહિત કરાયેલ હતા આ સમારોહમા પ્રવકતાઓ જણાવેલ હતું કે શિક્ષણ દેશ ને મીસાઇલ મેન ગણાતા અબ્દુલ કલામ આઝાદ આપ્યા છે.

આજના યુગમા શિક્ષણની જરૂર છે જેથી વિદ્યાર્થીઓ શિક્ષીત થઈ દેશ ઉપયોગી થઈ શકે આ સમારોહ મુખ્ય અતિથિ તરીકે હાર્દિક પટેલ ઉપસ્થિત રહયા હતા અને તેમને પણ શિક્ષણ ઉપર ભાર મુકેલ હતું સાથે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેનાર વિરોધ પક્ષના પરેશભાઈ ધાનાણી અને મનીષ દોશી અનિવાર્ય સંજોગ અનુસાર હાજર ન રહેતા પત્ર દ્વારા દિલગીરી વ્યકત કરેલ હતી.

સાથોસાથ આ  સમારોહમા ખારવા સમાજ પ્રમુખ લખમ ભાઈ ભેંસલા.સોમનાથ મત વિસ્તાર ના ધારાસભ્ય વિમલ ભાઈ ચુડાસમા,  બિલ્ડર એસોસિએશન પ્રમુખ બાદલ ભાઈ હુંબલ.ફિશ એસોસિએશનના પ્રમુખ રફીક ભાઈ મોલના. પૂર્વ નગરસેવક સફી ભાઈ મોલના.નગરસેવક શબ્બીર બાપુ ગુલામભાઈ ખાન ભાજપ લઘુમતીના પ્રમુખ હાજી ભાઈ એલ કે એલ. યુવા નેતા રીતેશભાઈ ફોફંડી, ડોકટર નિશાંત ચોંટાઈ,  જેકરભાઈ ચોંટાઈ  ભવાની ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ દીપકભાઈ દોરીયા.માઇનોરિટી ના પ્રમુખ ફારૂક ભાઈ પરેડાઈજ.પાસ કન્વિનર બકુલ ભાઈ ચાપડીયા.કોંગ્રેસના દિનેશ ભાઈ રાઉઠઠા.ફિશ એક્સપોર્ટર હાજી રિયાઝ. સહિત હાજરો લોકો ઉપસ્થિત રહયા હતા.

આ સમારોહ ને સફળ બનાવવા અફઝલ પંજા.હાજી પંજા. અને હેલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ ની ટીમે જહેમત ઉઠાવેલ હતી અંત્રે ઉલ્લેખનિય છે કે  હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ નો ફંડ નો ડોનેશન અને વિના મૂલ્યે વર્ષો થી વેરાવળ શહેર મા સેવા આપે છે જે એક સરાહનીય કામગીરી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.