Western Times News

Gujarati News

વર્ષમાં માત્ર એક જ વખત ખીલે છે બ્રહ્મ કમલ ફૂલ

નવી દિલ્હી, હિન્દૂ ધર્મમાં કમળને બ્રહ્માજીનું પ્રતિરૂપ માનવામાં આવે છે. ઘણા લોકો એ પણ મને છે કે જયારે આ ફળ ખીલે છે તો એના પર ભગવાન વિષ્ણુની શૈયા જાેવા મળે છે. ભારતવર્ષમાં બ્રહ્મા કમળનું ફૂલ હિમાચલના તરાઈ વાળા ક્ષેત્રમાં જાેવા મળે છે.

આ ફૂલ વર્ષમાં માત્ર એકવાર ખીલે છે. બ્રહ્મા કમળ ઉત્તરાખંડનું રાજ્ય પુષ્પ છે. ઉત્તરાખંડમાં આ ફૂલની ખેતી કરવામાં આવે છે. આ ફૂલ વિશેષ રીતે પિંડાઈથી લઇ જલપા રૂપકુંડ, હેમકુંડ, બ્રિજ ગંગા ફૂલોની ઘાટી અને કેદારનાથ સુધી મળે છે. વર્ષમાં એક વાર થવાના કારણે આ ફૂલને જાેવું સૌભાગ્ય માનવામાં આવે છે.

ભારતવર્ષમાં આ ફૂલને ઘણા અન્ય નામો પણ આપવામાં આવે છે. હિંદુ ધર્મમાં બ્રહ્મા કમળ ફૂલને સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે.

ધાર્મિક માન્યતાઓમાં આ ફૂલ ખૂબ જ પ્રસિદ્ધ છે. જાે તમે ધાર્મિક પુરાણોમાં માનતા હોવ તો, બ્રહ્મા કમળ માતા નંદાનું પ્રિય ફૂલ છે, તેથી તેને નંદા અષ્ટમીના દિવસે તોડવામાં આવે છે. બ્રહ્મા કમલનો શાબ્દિક અર્થ બ્રહ્માનું કમળ છે. એવું માનવામાં આવે છે કે આ ફૂલ માત્ર ભાગ્યશાળી લોકોને જ ખીલતા જાેવા મળે છે અને જે પણ આ ફૂલને ખીલતા જુએ છે તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

બ્રહ્મા કમળનું ફૂલ માત્ર જાેવામાં જ સુંદર નથી, પરંતુ આ ફૂલના અનેક ઔષધીય ઉપયોગો પણ છે. આ ફૂલનો ઉપયોગ બળતરા, શરદી-ખાંસી, હાડકાના રોગોમાં થાય છે. એવું માનવામાં આવે છે કે તેમાંથી નીકળતું પાણી પીવાથી થાક પણ દૂર થાય છે. તબીબી પ્રયોગોમાં આ ફૂલના ૧૭૪ વિવિધ ફોર્મ્યુલેશન મળી આવ્યા છે. વનસ્પતિશાસ્ત્રીઓએ આ દુર્લભ ફૂલની ૩૧ વિવિધ પ્રજાતિઓ શોધી કાઢી છે.

વનસ્પતિશાસ્ત્રીઓના મતે બ્રહ્મા કમળને એસ્ટેરેસી પરિવારનો છોડ માનવામાં આવે છે. આ છોડ સામાન્ય કમળની જેમ પાણીમાં નથી થતું પરંતુ જમીન પર થાય છે. આ છોડ ૪૦૦૦ મીટરથી વધુની ઉંચાઈવાળી જગ્યાઓ પર ખીલે છે, પરંતુ કેટલાક વર્ષોથી આ છોડ ૩૦૦૦ મીટરની ઉંચાઈવાળા વિસ્તારોમાં પણ જાેવા મળે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.