Western Times News

Gujarati News

હાથીજણમાં જવાહર નવોદય વિદ્યાલયમાં ધો.6 માં પ્રવેશ મેળવવા અરજીઓ મંગાવાઈ

પ્રવેશ મેળવવા ૩૧ જાન્યુઆરી ૨૦૨૩ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે અને પ્રવેશ પરીક્ષા ૨૯ એપ્રિલ ૨૦૨૩એ લેવાશે.

આચાર્યશ્રી, જવાહર નવોદય વિદ્યાલય, હાથીજણ, જી. અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર અમદાવાદ જિલ્લાના હાથીજણ ખાતે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત જવાહર નવોદય વિદ્યાલયમાં શૈક્ષણિક સત્ર-૨૦૨૩-૨૪માં ધોરણ-૬માં પ્રવેશ મેળવવા માટે હાલ

અમદાવાદ જિલ્લામાં રહેતા હોય અને અમદાવાદ જિલ્લાની સરકાર માન્ય (સરકારી/ખાનગી) શાળાઓમાં ધોરણ-૫માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે ઑનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. વિદ્યાર્થીએ ધો. ૩, ૪ અને ૫માં સળંગ અભ્યાસ કરેલો હોવો જોઈએ. વિદ્યાર્થીની જન્મ તારીખ ૦૧.૦૫.૨૦૧૧ થી ૩૦.૦૪.૨૦૧૩ની વચ્ચે હોવી જરૂરી છે.

અરજી કરવાની અંતિમ તારીખ ૩૧/૦૧/૨૦૨૩ સુધી છે. ઑનલાઇન અરજી નવોદય વિદ્યાલયની વેબસાઈટ https://cbseitms.rcil.gov.in/nvs/Index/Registration પરથી કરી શકાશે. પરીક્ષા તારીખ ૨૯/૦૪/૨૦૨૩ના રોજ લેવામાં આવશે. જવાહર નવોદય વિદ્યાલય સંપૂર્ણ આવાસીય વિદ્યાલય છે.

જેમાં છોકરા-છોકરીઓ માટે રહેવાની અલગ-અલગ ઉત્તમ સુવિધાઓ, નિઃશુલ્ક ભોજન તથા સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને રાષ્ટ્રીય એકતા માટે સ્થળાંતર નીતિ, રમત-ગમત તથા SPC, NCC, SCOUT & GUIDE, ART, MUSIC જેવી સહ-શૈક્ષણિક પ્રવૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગીણ વિકાસ થાય તેવી ઉત્તમ તકો રહેલી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.