Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

કયા કારણસર શિયાળામાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધે છે

(એજન્સી)અમદાવાદ, ઉત્તર ભારતમાં થતી હિમવર્ષાની સીધી અસરના કારણે અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જાેવા મળે છે. જાેકે, હાડ થીજાવતી ઠંડી હાર્ટ એટેકનું કારણ પણ બનતી હોય છે. ખાસ કરીને શિયાળામાં હાર્ટ એટેકના કિસ્સામાં અંદાજે ૨૦થી ૩૦ ટકાનો વધારો થતો હોય છે ત્યારે એવા તે કયા કારણો છે.

જેના કારણે હાર્ટ એટેકના કેસમાં વધારો થઈ જાય છે. આવામાં શું ધ્યાન રાખવું જાેઈએ તે જાણવું પણ જરુરી છે. આમ તો હ્રદય રોગના હુમલાઓની ઘટનામાં છેલ્લા કેટલાક સમયથી વધારો થયો છે. તેના માટે બદલાતી જતી લાઈફ સ્ટાઈલ તો જવાબદાર છે જ

. જાેકે, વાત કરવામાં આવે શિયાળાની ઋતુની તો છેલ્લા ૧૦થી ૧૫ વર્ષમાં નિષ્ણાતોને અભ્યાસ દરમિયાન મળેલી જાણકારી અનુસાર શિયાળામાં હાર્ટ એટેકની ઘટનાઓમાં ૨૦થી ૩૦ ટકા જેટલો વધારો થાય છે. એટલું જ નહીં, શિયાળામાં પ્રદુષણનું પ્રમાણ પણ વધી જતું હોય છે, જેના કારણે પણ હાર્ટ એટેક આવવાની શક્યતા વધી જાય છે.

આ અંગે એપોલો હોસ્પિટલના કાર્ડિયોલોજીસ્ટ ડો. શરદ જૈન જણાવે છે કે, શિયાળામાં ૨૦થી ૩૦ ટકા કેસ વધતા હોય છે. જેનું મુખ્ય કારણ વિન્ટરમાં ટેમ્પરેચર નીચે જાય છે. શિયાળામાં તાપમાન ૨૫થી નીચે જાય તેવા સંજાેગોમાં બોડીને ગરમ રાખવા માટેનો મેટા બોલીક રેટ વધી જતો હોય છે.

જેથી મહેનત વધારે કરવી પડે હાર્ટને વધારે લોહી પંપ કરવું પડે. જે નોર્મલ રીતે હાર્ટ એક મિનિટમાં પમ્પ કરતું હોય તેના કરતા ડબલ મહેનત કરવી પડે છે. હાર્ટને વધુ લોહી પંપ કરવું પડે એટલે વધુ લોહી સરક્યુલેશન જાેઈએ. હાર્ટની નશો જેને આર્ટરીઝ કહેવામાં આવે છે તે ઠંડીના હિસાબે હાથ અને પગની નશો સંકોચાઈ જાય છે.

એટલે પાતળી થઈ જાય છે. નોર્મલ માણસમાં તો એ ચાલે પરંતુ જે લોકોને પ્રોબ્લેમ છે જે લોકોને ઓલરેડી થોડો બ્લોકેજ છે. તેમની નશો વધારે સંકોચાય ત્યારે લોહી સરક્યુલેશન હજુ ઓછુ થાય છે. તેના કારણે હાર્ટ એટેક આવવાની શક્યતાઓ વધી જાય છે. પોલ્યુશન પણ વિન્ટરમાં વધી જાય છે.

શિયાળામાં હવામાના ડસ્ટ પાર્ટીકલ જમીનથી નજીક આવી જાય છે. એરપોલ્યુશન પણ એક ઈન્ફલેમેશન જેવું કામ કરે જેના કારણે હાર્ટ એટેક આવવાની શક્યતા વધી જાય છે. પોલ્યુશનના કારણે ૧૦ ટકા શક્યતા હોય છે. વિન્ટરમાં હેલ્ધી ફુડ લેવાનું કહેવાય છે.

જેથી ઘીના લાડુ વધુ ખાતા હોય તેના કારણે કોલેસ્ટ્રોલ વધે પરંતુ મહેનત ના થાય. વોકીંગ ઓછું થાય અને હેલ્ધી ફુડમાં નામે લોકો ખાસુ ઘી ખાઈ લેતા હોય છે. બોડીમાં અમુક હાર્મોનલ ચેન્જીસ પણ અર્લી મોર્નિંગમાં વધારે હોય છે. તેના કારણે હાર્ટ એટેકની શક્યતા વધી જતી હોય છે. હાર્ટ એટેક ટાળવા ગરમ કપડા પહેરવા, ફેશ અને મોઢુ ઢાંકીને રાખવું. ફુડમાં લીલા શાકભાજી, ગ્રીન વેજીટેબલ, જંક ફુડ એવોઈડ કરવા જાેઈએ.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers