૧૩ જાન્યુઆરીના રોજ ઉપડેલું ગંગા વિલાસ ક્રૂઝ હજુ પટનામાં જ છે
પટના, કાશીથી ૧૩ જાન્યુઆરીના રોજ ઉપડેલું ગંગા વિલાસ ક્રૂઝ હજુ પટનામાં જ છે. અહીં પણ ક્રૂઝ ગંગા નદીમાં ઉભુ છે. ત્યારે દરેક લોકો એ જાણવા માગે છે કે આખરે કેમ ક્રૂઝ નદી કિનારે લાવવામાં આવી રહ્યું નથી. એક દિવસ પહેલાં એટલે કે સોમવારે ક્રૂઝ છપરામાં પહોંચ્યુ હતુ. આ દરમિયાન નદીની અધવચ્ચે તે ઉભુ રહી ગયુ હતુ. ત્યારે એવા રિપોર્ટ સામે આવ્યા હતા કે, ઓછા પાણીના કારણે ક્રૂઝ ફસાઈ ગયુ છે. જાે કે, આ ક્રૂઝને ઓપરેટ કરી રહેલા એક્ઝોટિક હેરિટેજ ગ્રૂપના ચેરમને રાજ સિંહે કહ્યું કે, આવું કંઈ નથી. એક ખાનગી ચેનલ સાથે વાતચીત કરતા તેઓએ એવું કહ્યું હતું કે, ગંગા વિલાસ ક્રૂઝ ફસાઈ ગયુ હોવાનો દાવો બિલકુલ ખોટો છે.
દુનિયાની સૌથી લાંબી નદી પર ક્રૂઝનું સંચાલન કરનારા એક્ઝોટિક હેરિટજ ગ્રૂપના અધ્યક્ષ રાજ સિંહે એક ખાનગી ચેનલ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ક્રૂઝ નક્કી કરેલા સમય મુજબ પટના પહોંચ્યું છે. અનેક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો કે છપરામાં નદીમાં ઓછુ પાણી હોવાથી ક્રૂઝ ફસાઈ ગયુ છે. આવું નથઈ ક્રૂઝ હંમેશા મુખ્ય ચેનલમાં જ ચાલે છે. મોટા જહાજાે કિનારે જઈ શકતા નથી. એ જ કારણે એમાં સવાર ટુરિસ્ટ્સને નાની બોટ દ્વારા કિનારે લાવવામાં આવે છે. આ રુટિન પ્રોસેસ હોય છે.
રાજ સિંહના જણાવ્યા મુજબ, છપરા પહોંચ્યા બાદ ગંગા નદીમાં લંગર નાખવામાં આવ્યું હતું અને પર્યટકોને નાની બોટથી જાેવાલાયક સ્થળોની યાત્રા માટે લઈ જવામાં આવ્યા હતા. આ એક સામાન્ય પ્રક્રિયા છે. ખાસ કરીને ક્રૂઝ માટે. પર્યટકોને છપરામાં એક પુરાતત્વ સ્થળ ચિરાંદ લઈ જવામાં આવ્યા હતા. પછી નાની બોટ દ્વારા ટૂરિસ્ટ્સને પરત ક્રૂઝમાં લાવવામાં આવ્યા હતા.
ક્રૂઝનું લંગર નદીમાં એટલા માટે નાખવામાં આવ્યું કારણ કે કિનારે લઈ જવામાં આવે તો મોટી સંખ્યામાં લોકો તેને જાેવા માટે એકત્ર થતા હોય છે. આવામાં સેફ્ટી અને સિક્યુરિટી પણ ખાસ મુદ્દા બની જતા હોય છે. એટલા માટે અમે અમારા યાત્રીઓની સુરક્ષા અને સિક્યુરિટી માટે ક્રૂઝને જેટી પર ન લાવી શકીએ. આમાં કંઈ પણ ખોટુ નથી અને અમે માત્ર સાવધાની રાખી રહ્યા છીએ.
૧૩ જાન્યુઆરીના રોજ પીએમ મોદીએ ગંગા વિલાસ ક્રૂઝને વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી હતી. આ પટના સહિત બિહારના અલગ અલગ શહેરોમાંથી પસાર થશે. આ ઝારખંડમાં શાહીગંજ, પશ્ચિમ બંગાળમાં કોલકત્તા, આસામમાં ગુવાહાટી અને બાંગ્લાદેશમાં ઢાકા જેવા મુખ્ય શહેરો સહિત ૫૦ પર્યટન સ્થળોને કવર કરશે. આવા પ્રકારનું આ પહેલું ક્રૂઝ છે કે જેમાં સવાર ટૂરિસ્ટ્સ ઐતિહાસિક સ્થળો, નેશનલ પાર્ક, નદી ઘાટ વગેરેને નીહાળશે.