અંબાણી પરિવારના ઘરે શરૂ થઇ લગ્નની તૈયારીઓ
મુંબઈ, જ્યારથી મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીએ તેમના નાના દીકરા અનંત અંબાણીની સગાઇ ગુજરાતી બિઝનેસમેન વિરેન મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટની સાથે કરી છે ત્યારથી દરેક વ્યક્તિ આ કપલના લગ્નના સમાચારને લઇને ઉત્સાહિત જાેવા મળે છે. ઇશા અંબાણી અને આકાશ અંબાણીના ગ્રાન્ડ વેડિંગ બાદ અનંત અંબાણીના લગ્ન કેવી રીતે અને કેટલી ધામધૂમથી થશે તેની ઇન્તેજારી લગભગ દરેક વ્યક્તિને છે. હાલમાં આ કપલની જે તસવીરો વાયરલ થઇ રહી છે તે જાેતા લાગી રહ્યું છે કે, અંબાણી પરિવારે બંનેના લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આગામી ૧૯ જાન્યુઆરીના રોજ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી ઓફિશિયલ એન્ગેજમેન્ટ કરશે, આ મોટાં સેલિબ્રેશન પહેલાં અંબાણી પરિવાર પ્રી-એન્ગેજમેન્ટ પાર્ટીની તૈયારીઓમાં લાગી ગયો છે. જેની સાથે જાેડાયેલી એક તસવીર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. સગાઇ પહેલાં દુલ્હન રાધિકા મર્ચન્ટ બંને હાથમાં મહેંદી લગાવતી જાેવા મળી, આ પ્રસંગે ઓવર ધ ટોપ આઉટફિટ્સ પસંદ કરવાના બદલે તેણે પોતાના માટે એલિગન્ટ ક્લોથ્સ પસંદ કર્યા હતા. જેનું કલર-કોમ્બિનેશન રાધિકાના લૂકને વધારે અટ્રેક્ટિવ બનાવી રહ્યું છે.
રાધિકા મર્ચન્ટે જે ગુલાબી રંગના આઉટફિટ પસંદ કર્યા છે તેમાં ગોલ્ડન અને કલર થ્રેડથી એમ્બ્રોયડરી કરવામાં આવી છે. રાધિકા મર્ચન્ટ માટે આ ગુલાબી આઉટફિટ્સ ભારતના જાણીતા ફેશન ડિઝાઇનર અબુ જાની અને સંદિપ ખોસલાએ ડિઝાઇન કર્યા હતા, જે અંબાણી ફેમિલીના ફેવરિટ ડિઝાઇનર છે. આ થ્રી-પીસ અટાયરને મોનોટોન પેટર્ન આપવામાં આવી હતી. જેને તૈયાર કરવામાં સિલ્ક કાપડની સાથે અન્ય ફેબ્રિક્સ એડ કરવામાં આવ્યા હતા.
આ પ્રિટિ લૂકિંગ આઉટફિટની સાથે રાધિકાએ મેચિંગ બ્લાઉઝ પહેર્યો હતો જેના પર સ્કર્ટ પોર્શનથી મેચ કરતી એમ્બ્રોયડરી જાેઇ શકાય છે. ચોલીની લંબાઇ શોર્ટ હતી અને હાફ સ્લિવ્સ ઉપરાંત સ્વીટહાર્ટ શેપ નેકલાઇન આપવામાં આવી હતી. પોતાના લૂકને કમ્પલિટ કરવા માટે તેણે સાઇડમાં દુપટ્ટો એડ કર્યો હતો.