Western Times News

Gujarati News

સ્કુલ બસના ડ્રાઈવરે બસના કંડકટરની હત્યા કરી નાખી

સુરત, સુરતના સીમાડા નાકા પાસે આવેલી આશાદીપ સ્કુલના પાર્કિંગમાં પતરાની રૂમમાં રહેતા સ્કુલ બસના ડ્રાઈવરે બસના કંડકટરની હત્યા કરી નાખી હતી. આ સમગ્ર મામલે સરથાણા પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધી હત્યારાને ઝડપી પાડવામાં આવ્યો હતો. હત્યાનું કારણ જાણી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જેમાં કંડકટર તરીકે કામ કરતો યુવક દરરોજ રાતે મોડો આવી રૂમનો દરવાજાે જાેરથી ખખડાવતો હોવાની સામાન્ય વાતને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડો હત્યા સુધી પરિણમ્યો હતો. પરંતુ હત્યાની હરકત તેના કરતા પણ વધુ ચોંકાવનારી હતી. હત્યા બાદ આરોપી મૃતદેહને ખભે લઈ નીકળ્યો હતો. આરોપી દોડતો-દોડતો લાશને ફેંકવા નીકળ્યાના સીસીટીવી પણ પોલીસે કબજે કર્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના સીમાડા નાકા પાસે આશાદીપ સ્કુલ આવેલી છે. આ સ્કૂલમાં સુહીલ સુબેદાર સિંગ નામનો શખ્સ ડ્રાઈવર તરીકે નોકરી કરતોહ તો. તે સ્કુલના પાર્કિંગમાં આવેલા પતરાની રૂમમાં રહેતો હતો. તો તેની સાથે બસમાં કંડકટર તરીકે નોકરી કરતો કલ્પેશકુમાર રમેશચન્દ્ર ઉપાધ્યાય પણ રહેતો હતો. ક્લિનર રૂમ પર મોડો આવતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ડ્રાઈવર સુહીલે રોષે ભરાઈને લોખંડના સળિયાથી તેમજ ઢીક્કા પાટુથી માર મારી ક્લીનર કલ્પેશકુમારને લોહી લુહાણ કરી દીધો હતો. ત્યારબાદ તેને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડી ફરાર થઇ ગયો હતો.

જ્યા સારવાર દરમ્યાન કંડક્ટરનું મોત નિપજ્યું હતું. સ્કૂલના બસના કંડકટરની હત્યા થઈ હોવાની જાણ સરથાણા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ સમગ્ર મામલે મૃતક કંડક્ટરના ભાઈ પ્રતિક ઉપાધ્યાયે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે તપાસ કરી રહેલી સરથાણા પોલીસે હત્યા કરનાર ડ્રાઈવરની ધરપકડ કરી હતી.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, ડ્રાઈવર અને કંડક્ટર એક જ રૂમમાં રહેતા હતા અને ડ્રાઈવર દરરોજ રાતે મોડો આવતો હોય અને દરવાજાે જાેરથી ખખડાવતો હોવાની વાતને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો અને આ ઝઘડામાં રોષે ભરાઈ ડ્રાઈવરે કંડક્ટરની હત્યા કરી હતી. આ સમગ્ર મામલે સરથાણા પોલીસે આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરંતું પોલીસના હાથ એક ચોંકાવનારા સીસીટીવી લાગ્યા છે. જેમાં આરોપી મૃતદેહને લઈને નીકળતો ઝ્રઝ્ર્‌ફમાં કેદ થયો છે. સરથાણા પોલીસે હત્યાના આરોપીને ઝડપી પાડ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.