Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

પાટીલની ફોર્મ્યુલા પર મેગા પ્લાન કરશે ભાજપ

ગાંધીનગર, દિલ્હીમાં ચાલી રહેલ ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠકનો આજે બીજાે દિવસ છે. ત્યારે આ બેઠકમાં ગુજરાતની જીતનો ડંકો વાગવા જઈ રહ્યો છે. ગુજરાતની ઐતિહાસિક જીત પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ રિપોર્ટ આપશે. ગુજરાતમાં ૧૫૬ બેઠકો પર મળેલી જીત અંગે સીઆર પાટીલ વાત કરશે. તેઓ ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત પાછળના કારણો અને સંગઠનની કામગીરી અંગે પણ માહિતી મૂકશે. તેમજ ગુજરાત વિધાનસભાની ચૂંટમીમાં પેજ સમિતિના સફળ મોડલ અંગે વાત કરશે. ભાજપે પહેલીવાર ગુજરાતમાં જીતનો રેકોર્ડ તોડ્યો છે ત્યારે ભાજપ ગુજરાત ફોર્મ્યુલા પર અન્ય રાજ્યોમાં જીતની તૈયારી બનાવી રહ્યું છે.

ભાજપની બે દિવસની કાર્યકારિણી બેઠક ચાલી રહી છે. ત્યારે સૌની નજર ગુજરાતમાં જીત અપાવનાર સીઆર પાટીલ પર ટકેલી છે. ગુજરાતમાં પેજ સમિતિના પ્રયોગથી જાદુ કરનારા પાટીલને પ્રમોશન મળશે? બીજેપીના મજબૂત રણનીતિકાર બનીને ઉભરેલા પાટીલને પીએમ મોદી અન્ય જવાબદારી આપે તેવી શક્યતા છે. ગુજરાતમાં ઐતિહાસિક જીત બાદ જ્યારે પ્રધાનમંત્રીનું પાર્ટીના સંસદીય બેઠકમાં સ્વાગત કરાયુ હતું, ત્યારે પ્રધાનમંત્રીએ પાટીલના વખાણ ક્રયાહ તા. તેઓએ ગુજરાતની જીતું ક્રેડિટ પાટીલને આપ્યુ હતું. ત્યારથી પાટીલના પ્રમોશનની અટકળો તેજ બની છે.

ચર્ચા છે કે, સીઆર પાટીલને લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે મોટી જવાબદારી સોંપાઈ શકે છે. તેની જાહેરાત પણ કાર્યકારિણી બેઠકમાં જ થઈ શકે છે. કારોબારી બેઠકમાં હાલના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને એક્સટેન્શન મળશે, તો સીઆર પાટીલને પ્રમોશન મળી શકે છે. આ સંકેત પાર્ટીના અન્ય નેતાઓ પાસેથી મળી રહ્યાં છે. પીએમ મોદીએ તેમને જીતનું શ્રેય આપતા પાટીલનું કદ વધ્યું છે.

રાજકીય ગલિયારામાં ચર્ચા છે કે, પાટીલને લઈને પ્રધાનમંત્રી મોદી મોટો ર્નિણય લઈ શકે છે. નવસારીથી ત્રીજીવાર સાંસદ બનેલા સીઆર પાટીલ પીએમ મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીના પ્રભારી પણ રહી ચૂક્યાં છે. પાટીલ ગુજરાત બીજેપીના પહેલા એવા અધ્યક્ષ છે, જેઓ ગુજરાતી નથી. તેઓ મૂળ મરાઠી છે, અને તેમનો જન્મ મહારાષ્ટ્રમાં થયો છે. તેઓ મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટકની સાથે સાથે રાજસ્થાન અન ઉત્તર પ્રદેશના રાજકીય ભૂગોળથી સારી રીતે પરિચિત છે. જેથી તેઓ આ વિસ્તારમા સારી રીતે કામ કરી શકે છે. સોમવારે સૌથી વધુ ચર્ચા ગુજરાતમાં પાર્ટીની જીતના ફોર્મ્યુલા વિશે થઈ. આ જ મોડલને કર્ણાટકમાં આગળ વધારવામાં આવશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers