Western Times News

Gujarati News

અમેરિકાના વિઝા અને ગ્રીન કાર્ડની અરજી કરનારા માટે પ્રક્રિયા ઝડપી બનાવાશે

નવી દિલ્હી, અમેરિકાના વિઝા અને ગ્રીન કાર્ડ માટે અરજી કરનારા ભારતીય નાગરિકો માટે એક સારા સમાચાર આવ્યા છે. અમેરિકાએ આ પ્રક્રિયાને ઝડપી બનાવાનો ર્નિણય લીધો છે.

બાઈડન સરકારે વિઝા અને ગ્રીન કાર્ડ માટેની કેટલીક મહત્વની કેટેગરીના પ્રીમિયમ પ્રોસેસિંગના વિસ્તરણની યોજના જાહેર કરી છે. મહત્વનું છે કે વિદેશી વિદ્યાર્થીઓની ટ્રેનિંગને લગતી કેટેગરી માટે જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત અરજદારો ૨,૫૦૦ ડૉલર ચૂકવીને અરજીને ઝડપી બનાવી શકાશે.

બાઈડન સરકારે વિઝાની પ્રક્રિયા અંગે મહત્વની જાહેરાત કરી છે જેમાં વિઝાની કેટેગરીનું વિસ્તરણ તબક્કાવાર ધોરણણે કરવામાં આવશે. જેમાં ગ્રીન કાર્ડ EB-1 અને EB-2 એપ્લિકેશનના પ્રીમિયમ પ્રોસેસિંગથી શરુઆત કરવામાં આવશે. અગાઉ E-13 ઈન્ટરનેશનલ એક્ઝિક્યુટિવ અને મેનેજર ક્લાસિફિકેશન હેઠળ ફાઈલ કરાયેલા ફોર્મ I-140 ઉપરાંતની આ પ્રક્રિયા હશે.

USCIS દ્વારા જણાવવામાં આવ્યું છે કે કાનૂની ઈમિગ્રેશન સિસ્ટમ પરથી ભારણણ ઘટાડવા માટે તથા કાર્યક્ષમતા વધારવા માટે આ પ્રયાસ કરાઈ રહ્યા છે.

USCIS દ્વારા જણાવવામાં આવ્યું હતું કે માર્ચમાં અમે કેટલાક હ્લ૧ વિદ્યાર્થીઓના પ્રીમિયમ પ્રોસેસિંગનું વિસ્તરણણ કરીશું. જેમાં ઓપ્શનલ પ્રક્ટિકલ ટ્રેનિંગની જાેગવાઈ હશે. USCIS દ્વારા એશિયન્સ અમેરિકન્સ એન્ડ પેસિફિક આઈલેન્ડર્સ અંગે પ્રેસિડેન્શિયલ એડવાઈઝરી કમિશનના એક ભાતીય અમેરિકન સભ્ય અજય જૈન ભુટોરિયાએ ગયા વર્ષે કરેલી ભલામણના આધારે આ ર્નિણય કરવામાં આવ્યો હોય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, અમે પ્રીમિયમ પ્રોસેસિંગ સર્વિસના વિસ્તરણની ભલામણ કરીએ છીએ. જેમાં અરજી કરનારને એપ્લિકેશનના ઝડપી પ્રોસેસિંગ માટે ૨૫૦૦ ડૉલર ચૂકવવાનો વિકલ્પ રહેશે. USCIS દ્વારા ફોર્મ I-140 સહિતના કેસ માટે પ્રીમિયમ પ્રોસેસિંગનો અમલ કરવાનો રહેશે.

અમેરિકા દ્વારા મંગળવારે જણાવવામાં આવ્યું છે કે ભારતમાં બિઝનેસ વિઝા જારી કરવામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે અને તે પ્રક્રિયા વધુ સરળ બને તે માટે સ્ટાફ વધારવા સહિતના જરુરી પગલા ભરવામાં આવી રહ્યા છે.

આ વિષયમાં યુએસ આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ કોમર્સ ફોર ગ્લોબલ માર્કેટ્‌સ અરુણ વેન્કટરામને કહ્યું હતું કે બિઝનેસ તરફ અમે ૨૦૨૨માં H1B અને L વિઝા જારી કરવામાં નોંધપાત્ર પ્રગતિ મેળવી છે. સીધી નિમણૂકની સંખ્યા અમે બમણી કરી દીધી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.