Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા (UWA)એ ગ્લોબલ MBA પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી

યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાનો ગ્લોબલ એમબીએ પ્રોગ્રામઃ ગ્રૂપ ઓફ એઇટ (Go8) એમબીએ ડિગ્રી પ્રોફેશનલ્સને આંતરરાષ્ટ્રીય સ્તરની કુશળતા આપશે

મુંબઈ, યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા (UWA)એ ગ્લોબલ એમબીએ પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ગ્લોબલ એમબીએ સહભાગીઓને ઉદ્યોગની માન્યતાપ્રાપ્ત બે પ્રકારની માન્યતા મેળવવાની સુવિધા આપશે. The University of Western Australia’s Global MBA: A Group of Eight (Go8) MBA Degree that will give professionals a global edge

સહભાગીઓને પ્રથમ વર્ષ પછી 5મો રેન્ક ધરાવતી (એનઆઇઆરએફ ઇન્ડિયા રેન્કિંગ્સ 2022), IIM (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ) કોઝિકોડ દ્વારા પ્રોફેશનલ સર્ટિફિકેટ ઇન એડવાન્સ્ડ બિઝનેસ મેનેજમેન્ટ મળશે અને આ પ્રોગ્રામનું બીજું વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થતા યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા પાસેથી માસ્ટર્સ ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (એમબીએ)ની ડિગ્રી મળશે.

ઇન્ડસ્ટ્રી 4.0 હવે ફક્ત એક પ્રકારની ડિગ્રી ધરાવતા લોકો માટે આતુર નથી. હકીકતમાં અત્યારે વધારે ફળદાયક જે તે ક્ષેત્રના નિષ્ણાતોની જરૂર છે. આ જે ક્ષેત્રના નિષ્ણાતો તૈયાર કરવા વૈચારિક અને સંદર્ભ આધારિત શિક્ષણ મારફતે શક્ય બનશે, જેઓ કંપનીની શરૂઆતથી ઉપયોગી છે.

હવે કંપનીઓ ઉદ્યોગની માન્યતાઓ સાથે માઇક્રો-ક્રેડેન્શિયલ્સ કે ડ્યુઅલ ડિગ્રી ધરાવતા લોકોને ઇચ્છે છે, જે અત્યાર સુધી પરંપરાગત શૈક્ષણિક મોડલથી અલગ છે. એમબીએની ડિગ્રી તમને તમારી કારકિર્દીમાં આગળ વધવા અને તમારી કારકિર્દીના લક્ષ્યાંકો પાર પાડવા મદદરૂપ થાય છે. એટલે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ યજમાન દેશમાં રોજગારીની તકો સરળતાપૂર્વક મેળવવાના આધારે તેમના એમબીએના ડેસ્ટિનેશન પસંદ કરી રહ્યાં છે.

આ ગ્લોબલ એમબીએ પ્રોગ્રામ વર્કિંગ પ્રોફેશનલ્સ (હાલ કાર્યરત વ્યવસાયિકો)ને IIM કોઝિકોડે અને UWAમાંથી બે ડિગ્રી મેળવવાની સુવિધા આપશે, જેમાં તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની નવી ઉપયોગી જાણકારીઓ મેળવવાની, વૈશ્વિક નેટવર્ક ઊભું કરવાની અને સંસાધનો હાંસલ કરવાની બહોળી તકો મળશે, તો સાથે સાથે તેમને એવી કુશળતાઓ પ્રાપ્ત થશે, જે તેમની કારકિર્દીને વેગ આપશે. GMACના રિપોર્ટ મુજબ, એમબીએ કરવા ઇચ્છતાં વિદ્યાર્થીઓ વચ્ચે ઓસ્ટ્રેલિયા ટોચના 5 પસંદગીના અભ્યાસ સ્થાનો પૈકીનું એક છે.

યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા (UWA) ઓસ્ટ્રેલિયામાં નંબર 3 રેન્ક ધરાવતી બિઝનેસ સ્કૂલ (ઓસ્ટ્રેલિયન ફાઇનાન્શિયલ રિવ્યૂ, 2022) અને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયનમાં નંબર 1 યુનિવર્સિટી (ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ, 2022) છે. આ યુનિવર્સિટી ઓસ્ટ્રેલિયાની અગ્રણી સંશોધન-કેન્દ્રિત યુનિવર્સિટીઓ – ગ્રૂપ ઓફ એઇટ (Go8)માં મેમ્બર પણ છે. UWA દુનિયાની ટોપ 100 યુનિવર્સિટીઓ પૈકીની એક છે,

જે લાંબી અને સફળ કારકિર્દી બનાવવા અતિ રોજગારક્ષમ ગ્રેજ્યુએટ બહાર પાડવા માટે પણ પ્રસિદ્ધ છે. UWAના ગ્રેજ્યુએટ્સ કામગીરીની દ્રષ્ટિએ કંપનીઓને ઊંચા સ્તરનું સંતોષકારક કામગીરી આપવા માટે જાણીતા છે. આ UWA દ્વારા ગ્લોબલ એમબીએ પ્રોગ્રામને મિડ-ટૂ-સીનિયર સ્તરના વર્કિંગ પ્રોફેશલ્સ માટે આદર્શ કોર્સ બનાવે છે, જેઓ તેમની મેનેજમેન્ટ કે લીડરશિપ કુશળતાઓ વધારવાની તક પ્રાપ્ત કરવા ઇચ્છે છે.

UWA ગ્લોબલ એમબીએ પ્રોગ્રામ વિદ્યાર્થીઓને વૈશ્વિક સંદર્ભમાં મજબૂત વ્યૂહાત્મક, આંતરકાર્યક્ષમ અને વ્યવસાયિક નિર્ણયો લેવાની કુશળતાઓ મેળવવામાં મદદરૂપ થશે. હવે ભારતીય વિદ્યાર્થીઓ કામમાંથી બ્રેક લીધા વિના ટોપ 1 ટકા ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાંથી ગ્લોબલ એમબીએ કોર્સ કરવાની તક ધરાવે છે અને ધ યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાંથી એલુમ્નિ સ્ટેટ્સનો લાભ મેળવવાની તક ધરાવે છે, જે 140,000+ આંતરરાષ્ટ્રીય એલુમ્નિ ધરાવે છે.

UWA બિઝનેસ સ્કૂલ ઓસ્ટ્રેલિયામાં થોડી સંસ્થાઓ પૈકીની એક છે, જે યુરોપિયન ક્વોલિટી ઇમ્પ્રૂવમેન્ટ સિસ્ટમ (EQUIS) અને એસોસિએશન ટૂ એડવાન્સ કોલેજિયેટ સ્કૂલ્સ ઓફ બિઝનેસ (AACSB) બંનેની માન્યતા ધરાવે છે. આ યુરોપ અને ઉત્તર અમેરિકામાં અગ્રણી બિઝનેસ સ્કૂલ માન્યતા છે,

જેનો અર્થ છે – દુનિયાભરની કંપનીઓ વ્યવસાયમાં UWAની ડિગ્રીની ગુણવત્તાને માન્યતા આપે છે. UWA દુનિયાભરમાં અગ્રણી સંશોધન-કેન્દ્રિત યુનિવર્સિટી તરીકે માન્યતા ધરાવે છે. તેના ગ્રેજ્યુએટ્સ સમાજ પર સકારાત્મક અસર કરે છે – જેમાં પ્રોફેસર બેરી માર્શલ જેવા નોબેલ પુરસ્કાર-વિજેતા વૈજ્ઞાનિકોથી લઈને મેક્કા કોસ્મેટિકાના સ્થાપક જો હોર્ગન જેવા ઉદ્યોગસાહસિકો અને પૂર્વ પ્રધાનમંત્રી બોબ હૉકે જેવા રાજકારણીઓ સામેલ છે.

UWA ફિલ્ડ મેડલ વિજેતા પ્રોફેસર અક્ષય વેંકટેશ; ડેકજુબાના સીઇઓ/માલિક ટેનિયા ઓસ્ટિન; કોમેડિયન, લેખક અને સંગીતકાર ટિમ મિન્ચિન; એકેડેમી એવોર્ડવિજેતા શાઉન ટેન તથા સુધાંશુ ત્રિપાઠી, માર્કેટિંગ, કમ્યુનિકેશન, ઇએસજી, સ્ટ્રેટેજી લીડર | ભારતનાં ટોપ 100 લીડર જેવા પ્રસિદ્ધ કોર્પોરેટ લીડર્સ; હેલ્થમાં રિજનલ લીડ  તારા સેઠ વગેરે સામેલ છે.

ગ્લોબલ એમબીએ પ્રોગ્રામના અભ્યાસક્રમમાં સામેલ છે – વાસ્તવિક કેસ સ્ટડીઝ અને સિમ્યુલેશન્સ. વિસ્તૃત મોડ્યુલ્સ અને પ્રેક્ટિકલ કેસ અભ્યાસોનું ગતિશીલ મિશ્રણ વ્યવસાયિકોને તેમની રીતે કુશળતા વધારવા અને વૈશ્વિક તકો મેળવવા ડિઝાઇન કરેલા છે. આ પ્રોગ્રામ IIM કોઝિકોડે અને UWAની એવોર્ડવિજેતા ફેકલ્ટીઓ શીખવે છે. આ પ્રોગ્રામ વ્યવસાયિકો માટે નેટવર્કિંગની વિવિધ તકો પણ ઊભી કરે છે.

આ પ્રોગ્રામની ડિઝાઇન આજના વ્યવસાયોની ગતિશીલ જરૂરિયાતો પર આધારિત છે. કોર્પોરેટ, સ્ટાર્ટ-અપ્સ અને સરકારો હવે વિવિધ ભૂમિકાઓ અને સ્તરે એમબીએની અપેક્ષા રાખે છે તથા આ માગ આગામી ગાળામાં વધવાની ધારણા છે.

આ પ્રોગ્રામ 20 માર્ચ, 2023ને સોમવારે શરૂ થશે અને આગામી ભરતી માટે પ્રવેશપ્રક્રિયા શરૂ થઈ છે. રસ ધરાવતા લોકો અને 18 જાન્યુઆરી, 2023 અગાઉ અરજી કરનારને કોર્સ ફી પર 7 ટાનો ફાયદો મળી શકે છે. વધારે જાણકારી મેળવવા તમે UWA ગ્લોબલ એમબીએ પ્રોગ્રામની મુલાકાત લઈ શકો છો.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers