પ્રજાપિતા બ્રહ્માકુમારીઝના સ્થાપક બ્રહ્મા બાબાના ૫૪માં સ્મૃતિ દિવસની ભરૂચમાં ઉજવણી

(પ્રતિનિધિ)ભરૂચ, ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા ૧૮ મી જાન્યુઆરી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીયા વિદ્યાલયના સ્થાપક દાદા લેખરાજ જેમને શિવ-પિતા પરમાત્માએ બ્રહ્મા બાબાનું ટાઈટલ આપ્યું હતું. બ્રહ્માબાબાએ મનુષ્યના જીવનને સુખ શાંતિમાં બની રહે આ માટે જેઓએ બિરુ ઉપાડ્યું હતું અને બ્રહ્માકુમારીઝ પરિવાર બહેનો દ્વારા સેન્ટર કાર્યારત કરી આજે વિશ્વભરમાં શાંતિનો સંદેશ આપી રહ્યા છે.તેઓની યાદમાં આજે ૧૮ મી જાન્યુઆરીના દિને વિશ્વભરમાં વિશ્વ શાંતિ દિવસ તરીકે આજે ઉજવણી કરવામાં આવે છે.
બ્રહ્મા બાબાનું આજરોજ ૫૪ મો સ્મૃતિ દિવસની ઉજવણી વિશ્વભરમાં થઈ રહી છે.૮ હજારથી વધુ સેવા કેન્દ્ર પર આજે બ્રહ્મા બાબાના સ્મૃતિ દિવસને લઈ વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીયા વિશ્વવિદ્યાલય ખાતે પણ બ્રહ્માબાબાના સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં ભરૂચ, અંકલેશ્વર, વાગરા, ઝઘડીયા અને જંબુસર શહીદ જિલ્લાભર માંથી બ્રહ્માકુમારીઝ પરિવારના અનુયાયો જાેડાયા હતા.ઝાડેશ્વર બ્રહ્માકુમારી સેન્ટરના ઈન્ચાર્જ પ્રભાદીદી, હેતલદીદી, અનિલાદીદી, નીમાદીદી,ટીકુદીદી અને સુજાતાદીદી સહિતની સમર્પિત બહેનો અને ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્માકુમારી સેન્ટરના અનુયાયો સ્મૃતિ દિવસના કાર્યક્રમમાં જાેડાયા હતા.