Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

અંબાજીની એલ.જે ઠાકુર ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ફૂડ ફેસ્ટિવલ યોજાયો

(પ્રતિનિધિ) અંબાજી, શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે વિવિધ શાળાઓ આવેલી છે જેમાં સરકારી શાળાઓ ખાનગી શાળાઓ ગુજરાતી અને અંગ્રેજી મીડીયમની પણ આવેલી છે ત્યારે ઉતરાણ પર્વના એક દિવસ અગાઉ અંબાજીની વિવિધ શાળાઓમાં ફૂડ ફેસ્ટિવલ યોજાયો હતો. અંબાજી શક્તિધારા સોસાયટીમાં આવેલી એલ જે ઠાકુર ઇંગ્લીશ મીડીયમ શાળામાં પણ ફૂડ ફેસ્ટિવલનો કાર્યક્રમ યોજાયો હતો, કાર્યક્રમમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

એલ જે ઠાકુર ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ દ્વારા શાળાના બાળકો શાળાના સ્ટાફ અને આચાર્ય દ્વારા બાળકોમાં રહેલી શક્તિને બહાર કાઢવા માટે શાળામાં ૧૩ જાન્યુઆરીના રોજ ફૂડ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શાળામાં ભણતા બાળકોએ નાસ્તાની સામગ્રી,ઠંડા પીણા ની સામગ્રી જેવી વસ્તુઓ બનાવીને પોતાના ટેલેન્ટ નો પરચો આપ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના બાળકો સાથે શાળાના શિક્ષકોએ પણ બાળકોના ટેલેન્ટના વખાણ કર્યા હતા. આજે શાળાના પરિસરમાં ફૂડ ફેસ્ટિવલ કાર્યક્રમ જાેવા માટે બાળકોના વાલીઓ પણ આવ્યા હતા

Copyright © All rights reserved. | Developed by Aneri Developers