અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી એ આકરુન્દ ગામે આવેલી લાયબ્રેરીની મુલાકાત લીધી

શુભેચ્છા મુલાકાત, ચિત્રોનું પ્રદર્શન અને મંત્રીના સન્માનનો કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ)બાયડ, રાજ્ય ના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર અને પદ્મ શ્રી દેવેન્દ્રભાઈ પટેલ એ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના આકરુન્દ ગામે આવેલ સંદેશ લાઇબ્રેરી ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.સાથે લાઈબ્રેરી ખાતે પ્રસિદ્ધ ચિત્રકાર નરેશ લિંબાચીયા ના ચિત્રો નું પ્રદર્શન પણ મંત્રી ની ઉપસ્થિતિ માં ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
સાથે રાજ્ય ના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર નો સન્માન સમારોહ પદ્મ શ્રી દેવેન્દ્રભાઈ પટેલ, અગ્રણીઓ અને ગામલોકો ની ઉપસ્થિતિ માં યોજાયો હતો.કાર્યક્રમ માં લાઇબ્રેરી ના દાતાઓનો આભાર માનવામાં આવ્યો હતો. સાથે મંત્રી અને દેવેન્દ્રભાઈ પટેલ એ સંબોધન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આકરુન્દ ખાતે આવેલ સંદેશ લાઇબ્રેરી અદ્યતન સુવિધાઓથી સજ્જ છે અહીં આજુબાજુ થી મોટી સંખ્યામા વિદ્યાર્થીઓ પરીક્ષા ની તૈયારીઓ માટે આવે છે.
કાર્યક્રમ માં ઉપસ્થિત મંત્રી શ્રીએ સંદેશ લાઇબ્રેરી અને ચિત્રો ના પ્રદર્શન ની પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમ માં મંત્રી ભીખુસિંહ પરમાર, પદ્મ શ્રી દેવેન્દ્રભાઈ પટેલ,રામજી મંદિર મહંત શ્રી,હિમાંશુભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ, સરપંચ લલીતાબેન પટેલ,નરેન્દ્રભાઇ પટેલ, નારણભાઈ પટેલ,જગદીશભાઈ પટેલ,દાનવીર માવજીબાપા, જયંતીભાઈ પટેલ, અનિલભાઈ પટેલ, અતુલભાઈ બ્રહ્મભટ્ટ એસ.એમ સી સદસ્ય શ્રીઓ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ ના અંતે આકરુન્દ આદર્શ પ્રાથમિક શાળા ના આચાર્ય ઈશ્વરભાઈ પ્રજાપતિ એ સહુનો આભાર માન્યો હતો.