સરહદી વિસ્તારમાં જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ કરાયા

ખેડબ્રહ્મા, ભારત વિકાસ પરિષદ પાલડી શાખાના સૌજન્યથી અને ભારત વિકાસ પરિષદ ખેડબ્રહમા તેમજ રાજસ્થાન વનવાસી કલ્યાણ આશ્રમ કોટડાના સહયોગથી ગુજરાત રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં ૧૦૪ જેટલા જરૂરીયાત મંદ લોકોને ઉતરાયણની પૂર્વ સંધ્યાએ ધાબળા વિતરણ કરાયા.
હકીકતે તો આપણા સમાજના દુરંદરાજના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા જરૂરિયાતમંદ બાંધવો કે જેઓ અનેક મુશ્કેલીઓ વચ્ચે ભારતીય સંસ્કૃતિના વારસાને ટકાવી રહ્યા છે એમની સાથે સંપર્ક કરવાના હેતુથી આ એક કાર્યક્રમ કરાયો હતો. ધાબળા વિતરણ એ તો એક નિમિત્ત માત્ર હતું. કહેવું જાેઈએ કે ભદ્ર સામાજે દૂર દૂરના વિસ્તારોમાં અનેક મુશ્કેલીઓ વચ્ચે રહેતા આપણા બાંધવોની મુશ્કેલીઓ સંદર્ભે ધ્યાન દેવાની અવશ્યકતા પણ છે. આ કાર્યક્રમને સાચા અર્થમાં ચરીતાર્થ કરવામાં રાજસ્થાન વનવાસી કલ્યાણ આશ્રમના બાબુલાલજી અને એમના સૌ સહયોગીઓ તેમજ સરહદી વિસ્તારના સમાજસેવિકોની ભૂમિકા મહત્વની હતી.