Western Times News

Gujarati News

ભારતમાં હ્ય્દયરોગના દર્દીઓમાં ચિંતાજનક વધારો

ભારતમાં ૧ લાખમાંથી ર૭ર મૃત્યુ હ્ય્દયરોગને કારણે થતા હોય છે

છેલ્લા બે દાયકાથી વિશ્વભરમાં હદયરોગનું પ્રમાણ વધીરહ્યું છે. ભારતમાં યુવાન વયે હ્ય્દયસંબંધિત રોગના દર્દીઓ સતત વધી રહ્યા છે. જે ખૂબ ચિંતાજનક બાબત છે. નાની ઉંમરે હાર્ટ એટેકથી મોતની સંખ્યામાં પણ વધારો થયો છે. ભારતમાં ૧ લાખમાંથી ર૭ર મૃત્યુ હ્ય્દયરોગને કારણે હોય છે. જયારે દુનિયામાં આ દર ર૩પ છે.આ મોત અન્ય બીમારીઓથી થતાં મોતથી વધુ છે. ભારતમાં દર પાંચ વ્યક્તિમાં એક હદયરોગના દર્દી છે એટલે કે અંદાજે ર૦ ટકા લોકોને હ્ય્દય સંબંધિત નાની-મોટી બીમારી છે. કોરોના મહામારી પછી હદય સંબંધિત દર્દીઓ વધી રહ્યા છે. જે માનવજાત માટે મોટી ચેતવણીરૂપ છે.

અમદાવાદની જાણીતી એક હોસ્પિટલના આંકડાઓ મુજબ આ હોસ્પિટલમાં ર૦૧૮માં ૩૦,૦૦૦ લોકોને દાખલ કરી હ્ય્દયરોગની સારવાર આપવામાં આવી હતી. ર૦૧૯માં ૩૪,૦૦૦, ર૦ર૦માં ર૪,૩૦૬ (કોરોના), ર૦ર૧માં ૩પ,૦૦૦ અને ર૦રરમાં ૩૭,૦૦૦૦ દર્દીઓને દાખલ કરી હ્ય્દયરોગ સંબંધિત સારવાર આપવી પડી છે. એટલું જ નહીં યુવાયે અચાનક હ્ય્દયરોગના કારણે મોતનું પ્રમાણ પણ વધ્યું છે. ગુજરાતમાં વર્ષ ર૦ર૧માં હ્ય્દયરોગના કારણે ર,૯૪૮ લોકોના મોત થયા હતા. ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાના આંકડા પ્રમાણે ગુજરાતમાં ગત ર૪ ડિસેમ્બરથી છઠ્ઠી જાન્યુઆરી ર૦ર૩ સુધીમાં ર,૩૪૬ કાર્ડિયાક સંબંધિત ઈમર્જન્સી કોલ્સ નોંધાયા છે. શિયાળામાં હાર્ટ એટેકથી મૃત્યુનું પ્રમાણ વધારે હોય છે. ગત તા.૮.૧.ર૦ર૩ના રોજ કાનપુરની એક હોસ્પિટલમાં હાર્ટએટેકના કારણે એક જ દિવસમાં ૧૪ના મોત થયા હતા. ચાર દિવસમાં ૯૮નો ભોગ લેવાયો હતો. તબીબોના મતે શિયાળામાં હ્ય્દયની નળીઓ સાંકડી બની જાય છે તેને કારણે હ્ય્દયના ધબકારા અને બ્લડપ્રેશરમાં વધારો થાય છે.

બદલાયેલી જીવનશૈલીની મોટી અસર માણસના આરોગ્ય અને ખાસ કરીને હ્ય્દયને થયેલી છે. હાર્ટના કુલ દર્દીઓમાં ૪૦ટકા દર્દીઓ યુવા વર્ગ છે તે આરોગ્ય સેવા માટે મોટો પડકાર છે. સામાન્ય રીતે પ૦ વર્ષ પછી હાર્ટએટેકનો ડર રહેતો હોય છે, પરંતુ હવે ખૂબ નાની ઉંમરે પણ હાર્ટએટેક આવે છે. ભારતમાં યુવા વર્ગમાં હાર્ટએટેકથી મોત અંગે અભ્ય્સ કરીને તે અંગે જાગૃતિ લાવવાનો સમય પાકી ગયો છે. યુવા મોતથી પરિવાર પણ વેરવિખેર બને છે. અસંખ્ય પરિવારો નિરાધાર થતા હોય છે.

નાની ઉંમરમાં હાર્ટએટેકના મુખ્ય કારણોમાં જંક ફૂડ, ખોટી બિન આરોગ્યપ્રદ જીવનશૈલી, શારીરિક કે યોગની કસરતનો અભાવ, સતત ભાગદોડ અને સ્ટ્રેસ- ટેન્શનવાળી જિંદગી છે. બ્લડ પ્રેશર, ડાયબિટીસ અને કોલેસ્ટ્રોલ હ્ય્દયરોગને ઝડપથી આમંત્રણ આપે છે. તેને કારણે બેદરકારી-આળસ મોત બનીને આવે છે. લોકોએ હવે જાગૃત થવાની જરૂર છે. બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવી બીમારીઓ જાેવા મળે છે. તે અંગે ચેતવાની જરૂર છે. નાની ઉંમરથી જ હ્ય્દયની કાળજી લેવાની જરૂર છે. ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો યુવાધન જાેઈએ તેવું (હેલ્ધી) તંદુરસ્ત નથી. નાના બાળકોમાં મોટાભાગના શારીરિક રીતે ખૂબ નબળા છે.

એક સર્વે મુજબ શાળાઓમાં ભણતા બાળકોમાં પ૦ ટકાથી વધુ બાળકો કુપોષિત હોય છે. એટલે કે શરીરે માયકાંગલા (નબળા) હોય છે. બાકીનામાંથી જે હેલ્ધી દેખાય છે તે તંદુરસ્ત નથી, પરંતુ જાડિયા (ફેટી) છે ચરબી વધુ છે. ચાલે તો પણ પગ ઢસડતાં ચાલતા હોય છે. શરીરે નબળા બાળકો ભણવામં વધુ મહેનત કરી શકતા નથી. થાકી જાય છે. ભણવામાં આળસુ થતા જાય છે. આ બાળકો જયારે કોલેજમાં આવે છે ત્યારે ભણવામાં પ્રેશર સહન કરી શકતા નથી. સતત સ્ટ્રેસ અનુભવે છે. ધંધા-વ્યવસાયમાં આવેલા યુવાનોની પણ જીવનશૈલી સારી ન હોવાથી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ અને સતત સ્ટ્રેસને કારણે હાર્ટએટેકનો ભોગ બની રહ્યા છે.

૧૯૯૯માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને વર્લ્ડ હેલ્થ ફેડરેશને સાથે મળી વિશ્વમાં હ્ય્દયરોગને અટકાવવા માટે વૈશ્વિક પ્રયાસ કરવા પર ભાર મુકયો છે. ર૦રપ સુધીમાં હાર્ટએટેક કે સ્ટ્રોકથી થતા મૃત્યુમાં રપટકા ઘટાડો કરવાનું નકકી કરવામાં આવેલ છે. દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા રવિવારે વિશ્વ હ્ય્દય દિવસ ઉજવાતો હતો, પરંતુ ર૦૧રથી દર વર્ષે ર૯ સપ્ટેમ્બરે વિશ્વ હ્ય્દય દિવસ ઉજવવામાં આવે છે. જાે લોકોમાં જાગૃતિ આવે તો ૮૦ટકા હાર્ટએટેક અટકાવી શકાય તેમ છે. દર ૧૦માંથી ૮ દર્દીઓને જાે યોગ્ય સમયે સારવાર મળે તો તેનો જીવ બચી શકે તેમ છે. જાે માત્ર કાળજી રાખવાથી જીવ બચી શકતો હોય તો લોકો આ બાબતે ગંભીર થઈ શરીરની કાળજી કેમ લેતા નથી? શરીર અને જીવન પ્રત્યેની બેદરકારી હાર્ટએટેક જેવા રોગના શિકાર બનાવે છે આ વાત જન-જન સુધી પહોંચાડવા જાગૃતિ લાવવા “વિશ્વ હ્ય્દય દિવસ” ઉજવવામાં આવે છે.

હ્ય્દય સંબંધિત રોગોથી બચાવ શકય છે. જાે તમે તેના પ્રારંભિક લક્ષણોને ધ્યાને લઈ કેટલાક નાના પરંતુ મહત્વના ઉપાયો કરશો તો ૮૦ ટકા સુધી જાેખમ ઓછું થઈ શકે છે. છાતીમાં દુખાવો થવો, પરસેવો થવો, શ્વાસ લેવામાં મુશ્કેલી (ડિસ્પેનિયા) પડવા લાગે છે ઘણીવાર ઉલટી થવી કે ચકકર આવે તથા બેચેનીનો અનુભવ થાય છે જડબામાં દુખાવો ખાસ કરી મહિલાઓમાં હાર્ટએટેકનું મુખ્ય લક્ષણ છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે અનુસાર ભારતમાં નવી પેઢીમાં સ્થૂળતા, ડાયાબિટીસ અને હાઈબ્લડ પ્રેશર વધી રહ્યા છે. હાર્ટએટેક કે સ્ટ્રોકની શરૂઆત આર્ટરીમાં બ્લડ ફલોટ એટલે કે લોહી ગંઠાઈ જવાથી થાય છે.

બ્લડ કલોટ શરીરમાં લોહીના પ્રવાહને અટકાવે છે. તેથી હાર્ટએટેક કે સ્ટ્રોક આવે છે. કાર્ડિયાક એરેસ્ટમાં હદય ખરાબ થઈ જાય છે અને અચાનક ધબકવાનું બંધ કરી દે છે. વ્યક્તિ બેભાન થઈ જાય છે અને તેનું મૃત્યુ થઈ શકે છે. હ્ય્દયરોગના ૪૦ટકા કારણ આનુવંશિક હોઈ શકે છે. ડિપ્રેશન, ગુસ્સો અને દુશ્મનાવટ જેવી નકારાત્મક ભાવનાઓ હાર્ટએટેક અને સ્ટ્રોકનું જાેખમ વધારે છે. જયારે ખુશ રહેનારાને હ્ય્દયરોગની બીમારીનું જાેખમ ઓછું હોય છે.

દર વર્ષે ભારતમાં ર૦ લાખથી વધુ લોકો હ્ય્દયરોગની બીમારીથી મૃત્યુ પામે છે તેમાંના ૩પટકાથી વધુ લોકો ૩૦ થી ૪પ વર્ષની વયજૂથના હોય છે. એક અભ્ય્સ મુજબ અચાનક કાર્ડિયાક એરેસ્ટનો હુમલો આવે છે એવી દર ૭ વ્યક્તિઓમાં એક વ્યક્તિ ૪૦ વર્ષની નીચેની ઉંમરની હોય છે. ઘણીવાર વીસી પુરી થવાને નજીક પહોંચેલા યુવાનોને પણ કાર્ડિયાક એરેસ્ટ આવતા હોય છે. લોકોમાં વધતા જતા સ્ટ્રેસના ભયજનક પ્રમાણ અને બેઠાડું જીવનશૈલી જવાબદાર છે. હ્ય્દયના ૮૦ ટકા કેસોમાં કાર્ડિયાક એરેસ્ટ હાર્ટએટેક અથવા કોરોનરી બ્લોકેજને કારણે આવે છે. પરંતુ કાર્ડિયાક એરેસ્ટ ફકત ૪ મિનિટમાં દર્દીના મગજને ડેમેજ કરી નાખે છે.

આજના સમયમાં આરોગ્યને જ અગ્રિમતા આપવાની જરૂર છે જે નથી આપતા તેમણે સહન કરવું પડે છે. ભાગદોડની જિંદગી, ટેન્શન તથા શરીરને પૂરતી ઉંઘ ન મળે, વ્યસનો, બહારનો ખોરાક જીવનમાં સતત સંઘર્ષ વગેરેને કારણે શરીરમાં ખરાબ હોર્મોન જનરેટ થાય છે. જે હ્ય્દયને નુકસાન કરે છે. ઘણીવાર વધુ પડતી એકસરસાઈઝ પણ હાર્ટએટેકનું કારણ બને છે. અહી સ્ટ્રેસ ફેકટર સૌથી મહત્વનું બને છે. ફિલ્મી કલાકારો, ખેલાડીઓ કે સેલિબ્રિટી સતત સ્ટ્રેસમાં રહે છે. શરીર પાસે વધુ પડતી એકસરસાઈઝ કરાવો તો સ્ટ્રેસ વધે છે. પરિણામે ઘણા કલાકારોને એકસરસાઈઝ સમયે હાર્ટએટેક આવે છે.

વધુ પડતા વજનને ઘટાડો, પૌષ્ટિક આહાર લેવો કોઈપણ પ્રવૃતિમાં વ્યસ્ત રહો, સક્રિય રહો, બીપી, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસને નિયમિત દવાથી કંટ્રોલમાં રાખો. નમક ઓછું કરો, તણાવથી દૂર રહો અને હસતા રહો ખુશ રહો.. આટલી કાળજી તમને હદયરોગથી દૂર રાખશે. હાર્ટએટેક કે બ્રેઈન સ્ટ્રોકથી બચાવશે. કોરોના મહામારી પછી નિયમિત મેડિકલ ચેકઅપ કરવા અને હ્ય્દય સંબંધિત કોઈ પણ તકલીફને દૂર કરવા જાગૃત અને સજાગ રહેવું પડે તેમ છે.

હ્ય્દયરોગના લક્ષણોને જાે ધ્યાનમાં લેવામાં આવે તો હાર્ટએટેકથી બચી શકાય છે. તેબીબોનું કહેવું છે કે હાર્ટએટેકના દર્દીઓ હોસ્પિટલ પહોંચે ત્યારે ઘણું મોડું થઈ જાય છે. પરિણામે દર્દીને બચાવી શકાતાં નથી. કાર્ડિયાક એરેસ્ટમાં અચાનક હ્ય્દય બંધ પડી જાય છે. હાર્ટએટેકમાં જીવતા રહેવાની તકો છે. પરંતુ કાર્ડિયાક એરેસ્ટમાં ૯૦ટકા લોકોના મોત થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.