Western Times News

Gujarati News

હિમાલયની પર્વતમાળાનું સુંદર ધાર્મિક સ્થળ : શ્રી હેમકુંડ સાહિબ

પૃથ્વીની સૌથી ઉંચી પર્વતમાળા આપણી હિમાલયની પર્વતમાળા છે. હિમાલયની સંદરતાને આપણે માણી રહ્યાં છીએ. દેશ-વિદેશથી લોકો અહી ફરવા આવે છે. હિમાલયની સુંદરતા માણવાનું સુખ પ્રાપ્ત કરે છે. હિમાલયની પર્વતમાળામાં અનેક ધાર્મિક સ્થળો પણ છે. આપણે અહીં હિમાલયના ઘણાં ધાર્મિક સ્થળોનો ઉલ્લેખ કર્યો છે. આજે આપણે શ્રી હેમકુંડ સાહિબની વાત કરીશું. શ્રી હેમકુંડ સાહિબ દુનિયાનું સૌથી ઉંચુ શીખોનું ગુરુદ્વાર છે. તે હિમાલયના મુખ્ય ધાર્મિક સ્થળોમાંથી એક પણ છે, અહીં અનેક શ્રદ્ધાળુઓ અને પર્યટકો રોજ આવે છે. મૂળ તે ઉત્તરાખંડના ચમૌલીસ્થિત છે. આ જગ્યા હિમાલયથી ૧પર૦૦ કિલોમીટર ઉંચે આવેલી છે. અહી એક તળાવ છે એની બાજુમાં સાત પર્વતમાળાની વચ્ચે શ્રી હેમકુંડ સ્થિત છે.

આપણે આ ગુરુદ્વારાના ઈતિહાસ ઉપર એક નજરકરીએ તો જાણવા મળશે કે શ્રી હેમકુંડ સાહિબનો ઈતિહાસ શીખોના તે દસમા ગુરુ શ્રી ગુરુ ગોબિંદસિંહજીની સાથે જાેડાયેલો છે. ગુરુજીએ પોતાની આત્મકથામાં આ સ્થાન વિશે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સપ્ત શ્રુંગ પર્વતમાળામાં હેમકુંડ પર્વત છે. આ સ્થાન ઉપર રાજા પાંડુએ પણ યોગાભ્યાસ કર્યો હતો. હેમકુંડ સાહિબ સમુદ્રતળથી ૪૬૩ર મીટર મતલબ કે ૧પ૧૯૭ ફૂટ ઉપર આવેલું છે. આ જગ્યા સૌથી ઉપર હોાવથી તેને આકરી પણ માનવામાં આવે છે. અહીં પહોંચવુ અઘરું છે. જે લોકો પાતળી હવાથી સમસ્યા અનુભવે છે તે લોકોને અહીં આવવામાં ઘણી મુશ્કેલી થાય છે.

ઘણાં લોકો અહીં એ માટે જ આવતા ગભરાય છે. અલબત્ત, અહીં આવતા પર્યટકો માટે સુવિધા છે તેમ છતાં પર્યટકોને જાતે પણ ઘણી વસ્તુઓ લઈને આવવાની સૂચના આપવામાં આવે છે. જેમ અમરનાથની યાત્રા કઠિન છે તેમ જ આ યાત્રાને પણ થોડી અઘરી માનવામાં આવે છે. અલબત્ત, આ જગ્યાની સુંદરતા અલૌકિક છે. અહીં આવનાર સર્વ અહીંની સુંદરતા જાેઈને મંત્રમુગ્ધ બની જાય છે. ગુરુદ્વારા નજીક શ્રી રામ-લક્ષ્મણનું મંદિર પણ આવેલું છે. જે ઘણું જ પ્રખ્યાત છે. ગુરુગોબિંદ સિંહે લખેલી આત્મકથામાં ગુરુદ્વારા નજીક આવેલા રામ-લક્ષ્મણ મંદિર વિશે એમ કહેવાયું છે કે તે શીખ ધર્મ અને હિન્દુ ધર્મને એકસૂત્રમાં બાંધવા માટે આ બંને ધાર્મિક સ્થળ નજીક નજીક બનાવવામાં આવ્યા છે.

ઋષિકેશ-બદરીનાથ યાત્રામાર્ગ ઉપર જાેશીમઠથી ર૪ કિલોમીટર દૂર પાંડુકેશ્વરની નજીક અલકનંદાની નજીક ગોવિંદઘાટની પગપાળા મુસાફરી શરૂ થાય છે. ગોવિંદઘાટથી દસ કિ.મી.દૂર ભ્યૂંડાર ગામ અને તેનાથી ચાર કિ.મી. આગળ ઘાંઘારિયા છે. ઘાંઘારિયા ઉપર જ પર્યટકોને રહેવા માટેની તેમજ વિશ્રામ કરવાની સુવિધાઓ છે. આ માર્ગ પર્યટકોને હેમકુંડ તરફ લઈ જાય છે. હેમકુંડના દર્શન કર્યા બાદ પર્યટકો અહીંની અલૌકિક સુંદરતા માણીને ફૂલોની ખીણ (ફૂલો કી ઘાટી) જવાનું પણ પસંદ કરે છે. અહીં રંગબેરંગી અઢળક સુંદર ફૂલો તમને જાેવા મળે છે.

આ જગ્યાની સુંદરતા એટલી છે કે પર્યટકોને ત્યાંથી પાછા જવાનું મન જ નથી થતું. આ જગ્યા બોલિવુડના ડાયરેકટર્સની પણ મનપસંદ જગ્યા છે, અહીં ઘણી ફિલ્મોના શુટિંગ થયાં છે. આ જગ્યાએ ફરવા જાવ ત્યારે ડોકટરની સલાહ મુજબ તમામ પ્રકારની જરૂરી દવા, કપૂર, હાથમાં લઈ જઈ શકાય એવી ઓક્સિજનની બોટલ, ટોર્ચ, ગરમ કડાં, ચાલવા માટે સ્ટિક, સ્પોટર્સ શુઝ, એકસ્ટ્રા ચંપલ રેઈનકોટ, નાસ્તો વગેરે વસ્તુઓ લઈ જવી ન ભૂલશો.

કેવી રીતે જશો : શ્રી હેમકુંડ સાહિબનું સૌથી નજીકનું એરપોર્ટ દહેરાદૂનનું જાેલી ગ્રાંટ એરપોર્ટ છે. આ જગ્યાથી નજીકના રેલવે સ્ટેશનની વાત કરીએ તો હરિદ્વારનું રેલવે સ્ટેશન સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે. જયારે બસ સ્ટેન્ડની વાત કરીએ તો હરિદ્વાર અને ઋષિકેશનું બસસ્ટેન્ડ સૌથી નજીક માનવામાં આવે છે. શ્રી હેમકુંડ સાહિબ ગુરુદ્વારા જવા માટે ઉત્તરાખંડના આ ત્રણ શહેરોમાંથી કોઈ પણ શહેરથી બસ પકડીને તમે જઈ શકો છો. શ્રી હેમકુંડ સાહેબ જવા માટે જાેશીમઠની બસ પકડવી. તમે પ્રાઈવેટ વાહન પણ કરીને જઈ શકો છો. જાેશીમઠ સુધી બસ દ્વારા ગયા હોય તો ત્યાંથી ટેકસી કે જીપથી તમારે ગોવિંદઘાટ જવાનું રહેશે. શ્રી હેમકુંડ સાહિબ જવા માટે લગભગ ૧૮ કિલોમીટરના ટ્રેક ઉપર ચાલીને યાત્રા કરવી પડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.