કચ્છમાં કોલ્ડવેવની આગાહી: સૌથી ઓછું થશે આટલું તાપમાન

પ્રતિકાત્મક
ગુજરાતમાં વારંવાર પવનની દિશા બદલાય રહી છે તેના કારણે તાપમાનમાં પણ વધઘટ થઈ રહ્યું છે
(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. જાેકે, મંગળવારે ઠંડીમાં આંશિક રાહત મળી હતી. જાેકે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે, કચ્છમાં હજુ એક દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં પારો બેથી ચાર ડિગ્રી વધી શકે છે.
મંગળવારે ૧૧ શહેરોમાં ૧૦ ડિગ્રીથી ઓછું તાપમાન રહ્યું હતુ. આ સાથે આગાહી કરવામાં આવી છે કે, લઘુત્તમ તાપમાન ૨થી ૪ ડિગ્રી વધી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતા ઠંડી ઘટશે. રાજ્યમાં મંગળવારે શહેરોનું તાપમાન જાેઇએ તો, વડોદરામાં ૧૨.૨, સુરતમાં ૧૩.૪ ડિગ્રી, ભુજમાં ૧૧.૪, રાજકોટમાં ૧૨ ડિગ્રી તાપમાન જ્યારે અમદાવાદમાં ૧૩.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. આ સાથે રાજ્યમાં નલિયા ૫.૬ ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડી જગ્યા રહી હતી.
મંગળવારે ૧૧ શહેરમાં ૧૦ ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું હતુ. ઠંડી ઘટતી જાેવા મળી શકે છે. જાેકે, કચ્છમાં હજુ આજનો દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વારંવાર પવનની દિશા બદલાય રહી છે તેના કારણે તાપમાનમાં પણ વધઘટ થઈ રહ્યું છે.
જાેકે, જાન્યુઆરી મહિનામાંમાં કોલ્ડવેવની ફ્રિકવન્સી વધી રહી છે. પરંતુ ચાલુ વર્ષ નલિયાના તાપમાને રેકોર્ડ તોડી દીધો છે. કડકડતી ઠંડીનો અહેસાસ નલિયાના લોકો કરી રહ્યા છે. આજે એક દિવસ માટે કચ્છમાં કોલ્ડ વેવની અસર રહેશે. કડકડતી ઠંડીથી બચવા માટે સુરત વહીવટીતંત્ર દ્વારા એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
જેમાં જણાવવામાં આવ્યું છે કે, કાતિલ ઠંડીમાં કામ પુરતુ જ બહાર નિકળવુ. ગરમ કપડાનો પુરતો સ્ટોક રાખો, કટોકટીમાં કામ લાગે એવી ચીજાે ખોરાક, પાણી ઇંઘણ, બેટરી, ચાર્જર, ઇમરજન્સી લાઇટ, દવાઓ હાથવગી રાખો. દરવાજા અને બારી યોગ્ય રીતે બંધ રાખો જેથી ઠંડા પવન ઘરમાં નહીં આવે.
નિયમિતપણે ગરમ પાણી કે પ્રવાહીનું સેવન કરો. ઠંડીથી બચવા માટે ભારે કપડાના એક સ્તરના બદલે બહારથી વીન્ડપ્રુફ નાયલોન કોટન અને અંદર ઊનના ગરમ કપડા પહેરવા. ફેફસાને સુરક્ષિત રાખવા માટે મોં અને નાકને ઢાંકો, કોવીડ અને અન્ય શ્વસન ચેપથી બચવા માટે માસ્ક પહેરો. આ ઉપરાંત પૂરતી રોગપ્રતિકારક શકિત જાળવવા માટે વિટામીન સી થી ભરપૂર ફળો અને શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવે છે.