Western Times News

Gujarati News

લાલ દરવાજા , ફુલબજાર પાસેના દબાણો દૂર કરાયા

(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા જાહેર રોડ-રસ્તા ઉપરના ટ્રાફિકમાં તથા રાહદારીઓને ડચણરૂપ થતા દબાણો દૂર કરવાની થતી કામગીરી તથા જાહેર રોડ ઉપર સ્વચ્છતાની ઝુંબેશના ભાગરૂપે એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા મંગળવારે મધ્યઝોન વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવ્યા છે.આ ઉપરાંત બ્રીજ પરના દબાણ પર દૂર કરવામાં આવ્યા છે.

મધ્યઝોન એસ્ટેટ વિભાગે સ્પેશિયલ ડ્રાઇવ કરી ખાડિયા વોર્ડમાં ખાડિયા ચાર રસ્તાપી કાલુપુર રેલ્વે સ્ટેશન એન્ટ્રી ગેટ એકઝીટ સુધી પોલીસ સાથે દબાણ ડ્રાઇવ કરી ટ્રાફિકને અવર-જવરમાં નડતરરૂપ દબાણો દુર કર્યા હતા.
જમાલપુર વોર્ડમાં અપના બજાર, જીલ્લાં પંચાયતથી સરદારબાગ સુધી તેમજ જમાલપુર ચાર રસ્તા તેમજ ફૂલ બજારની આસપાસના ટ્રાફિકને અવર-જવરમાં નડતરરૂપ દબાણો દુર કરવામાં આવ્યા હતા.

શાહપુર વોર્ડમાં ગાભા બજાર આસપાસના ટ્રાફિકને અવર-જવરમાં નડતરરૂપ દબાણો દુર કર્યા હતા. ઝોન ના શાહિબાગ વાર્ડમાં સીવીલ હોસ્પિટલ ગેટ-૧થી ગેટ-૮ સુધી એમ્બ્યુલેન્સને નડતરરૂપ દબાણો દુર કરવામાં આવ્યા છે અસારવા વોર્ડમાં ચમનપુરા તેમજ હોળી ચકલા વિસ્તારમાં ઘાસ-ચારાની લારીઓનું દબાણ દુર કરેલ છે.

એસ્ટેટ વિભાગ ઘ્વારા ઉપરોકત દબાણો દૂર કરવાની કામગીરી દરમ્યાન લારી નંગ-૭ બોર્ડ-બેનર્સ નંગ-૨૩, લીલું ઘાસ -૧૨ કીલો તથા અન્ય સાધન સામગ્રી આશરે ૧૦૨-નંગ દબાણ ગાડીમાં ભરી જયભારત દબાણ ગોડાઉનમાં જમા કરાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત એસ્ટેટ અને નગર વિકાસ ખાતાના સ્ટાફ દ્વારા નહેરૂબ્રિજ, સુભાષબ્રિજ તથા દધિચીબ્રિજ ઉપરના દબાણો દૂર કરવામાં આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.