Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

અરુણિતા કાંજીલાલે પવનદીપ રાજન સાથે ઉજવ્યો બર્થ ડે

મુંબઈ, ઈન્ડિયન આઈડલ ૧૨ ફેમ અરુણિતા કાંજીલાલનો હાલમાં જ જન્મદિવસ હતો. અરુણિતાએ પોતાના આગામી રોમેન્ટિક સોન્ગની ટીમ સાથે બર્થ ડેની ઉજવણી કરી હતી. કમ્પોઝર સલીમ મર્ચન્ટ અને પવનદીપ રાજન પણ બર્થ ડે સેલિબ્રેશનમાં સામેલ થયા હતા.

અરુણિતા કાંજીલાલે ઈન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કર્યો છે જેમાં તે કેક કાપતી જાેવા મળી રહી છે. કેક કાપ્યા બાદ તેણે સલીમ મર્ચન્ટના આશીર્વાદ લીધા હતા. વિડીયોમાં જાેઈ શકો છો કે, અરુણિતા આસપાસ રહેલા તમામ લોકોને કેક ખવડાવતી જાેવા મળે છે.

અરુણિતાએ વિડીયો શેર કરતાં લખ્યું, “તમારા આશીર્વાદ માટે આભાર સલીમ મર્ચન્ટ સર. મારા જન્મદિવસને યાદગાર બનાવવા માટે આભાર. આ સાથે જ અરુણિતા પવનદીપ સહિત આખી ટીમને ટેગ કર્યા છે. અરુણિતાના આ વિડીયો પર કેટલાય ફેન્સ અને શુભચિંતકોએ કોમેન્ટ કરીને શુભકામના આપી હતી. એક યૂઝરે લખ્યું, અરુણિતા તને ખૂબ પ્રેમ કરીએ છીએ. આગળ વધતી રહે અને હસતી રહે.

તારી બધી જ ઈચ્છાઓ પૂરી થાય. જન્મદિવસની શુભેચ્છા. અરુણિતા અને પવનદીપને સાથે જાેઈને ફેન્સ પણ ગેલમાં આવી ગયા હતા. અરુણિતા કાંજીલાલના ફેન્સ તેને ખોબલે ને ખોબલે શુભેચ્છા આપી રહ્યા છે સાથે જ તેની પ્રગતિ થાય તેવી કામના કરી રહ્યા છે.

જણાવી દઈએ કે, અરુણિતા ઈન્ડિયન આઈડલ ૧૨ની ફર્સ્ટ રનર અપ રહી હતી. ઉલ્લેખનીય છે કે, અરુણિતા કાંજીલાલ અને પવનદીપ ‘ઈન્ડિયન આઈડલ ૧૨’ની હિટ જાેડી હતી. અટકળો તો એવી પણ હતી કે પવનદીપ અને અરુણિતા એકબીજાને ડેટ કરી રહ્યા છે.

જાેકે, બાદમાં બંનેએ પોતે માત્ર સારા મિત્રો હોવાનું કહીને વાત ઉડાવી દીધી હતી. અરુણિતા અને પવનદીપ છેલ્લે ‘સુપરસ્ટાર સિંગર ૨’માં મેન્ટર તરીકે જાેવા મળ્યા હતા. અરુણિતાની કેપ્ટનશીપ હેઠળનો મોહમ્મદ ફૈઝ શો જીત્યો હતો. જેથી અરુણિતા ખૂબ ખુશ થઈ હતી.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers
Exit mobile version