Western Times News

Gujarati News

ઉલ્ટા ચશ્મામાં ટપ્પુના રોલ માટે શરૂ થયા ઓડિશન

મુંબઈ, કોમેડી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા ૧૪ વર્ષથી દર્શકોને મનોરંજન પૂરું પાડી રહી છે. ૧૪ વર્ષ કોઈપણ શો માટે ખૂબ લાંબો સમય છે. એવામાં કેટલાય કલાકારો શો છોડે છે અને નવાની એન્ટ્રી થાય છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સાથે પણ કંઈક આવું જ થયું છે. દિશા વાકાણી, ભવ્ય ગાંધી, ઝીલ મહેતા, નિધિ ભાનુશાળી, શૈલેષ લોઢા, નેહા મહેતા, ગુરુચરણ સિંહ અને છેલ્લે રાજ અનડકત.

આ બધા જ કલાકારો એવા છે જેમણે વર્ષો સુધી આ સીરિયલમાં કામ કર્યા બાદ સાથ છોડી દીધો છે. શોમાં જેઠાલાલના દીકરા ટપ્પુનો રોલ કરતાં અભિનેતા રાજ અનડકતે થોડા મહિના પહેલા જ જાહેરાત કરી હતી કે તેણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલ છોડી દીધી છે.

સીરિયલમાં છેલ્લા કેટલાય મહિનાઓથી જેઠાલાલ અને દયાના દીકરા ટપ્પુને અભ્યાસ માટે બહાર ગયો હોવાનું બતાવવામાં આવે છે. રાજ અનડકતે શો છોડી દીધા બાદ હવે સીરિયલમાં નવા ટપ્પુની શોધ ચાલી રહી છે. ટપુના રોલ માટે ઓડિશન ચાલી રહ્યું છે. હાલમાં જ ટપુના રોલ માટે રાજકોટના છોકરાનું ઓડિશન લેવામાં આવ્યું છે. રાજકોટના ૧૬ વર્ષના જેનીશ બુદ્ધદેવે ટપ્પુના રોલ માટે ઓડિશન આપ્યું છે.

જેનીશ બુદ્ધદેવ ધોરણ ૧૨મા અભ્યાસ કરે છે. તેણે અત્યાર સુધીમાં ‘રાણી અહલ્યાબાઈ’, ‘મેરે સાંઈ’, ‘ડૉ. ભીમરાવ આંબેડકર’, ‘વિધ્નહર્તા ગણેશ’, ‘રાધા-કૃષ્ણ’ જેની ટીવી સીરિયલોમાં કામ કર્યું છે. ઉપરાંત ‘ધમણ’ નામની ગુજરાતી ફિલ્મ પણ કરી છે.

જેનીશ બુદ્ધદેવે ૧૩ વર્ષની ઉંમરથી એક્ટિંગની શરૂઆત કરી હતી. જેનિશ બુદ્ધદેવની પસંદગી નવા ટપ્પુ તરીકે થશે કે કેમ એ તો હવે આગામી દિવસોમાં ખબર પડી જ જશે. જણાવી દઈએ કે, રાજ અનડકતે ૨૦૧૭થી ૨૦૨૨ સુધી ટપુનો રોલ ભજવ્યો હતો.

એ પહેલા એક્ટર ભવ્ય ગાંધી ટપ્પુના રોલમાં જાેવા મળતો હતો. ૨૦૦૮માં સીરિયલ શરૂ થઈ ત્યારથી ૨૦૧૭ સુધી નટખટ ટપ્પુના રોલમાં ભવ્ય ગાંધી જાેવા મળ્યો હતો. મહત્વનું છે કે, હાલ શોમાં નવા એક્ટર્સની જૂના પાત્રોમાં એન્ટ્રી થઈ રહી છે. તાજેતરમાં જ શોમાં નવી બાવરીની એન્ટ્રી થઈ છે. હવે કેટલાય મહિનાઓથી ટપ્પુ વિના અધૂરી ટપ્પુ સેનાને નવો ટપ્પુ મળી જશે તેમ લાગી રહ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.