Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

દાદી નીતૂ છે આલિયા અને રણબીરની દીકરીના ફેવરિટ

મુંબઈ, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની બોલિવુડ ઈન્ડસ્ટ્રીના ન્યૂ પેરેન્ટ્‌સમાંથી એક છે. તેમની દીકરી રાહા, ભટ્ટ અને કપૂર તેમ બંને પરિવારમાં સૌથી નાની સભ્ય હોવાથી અત્યારથી બધા તેને લાડ લડાવી રહ્યા છે અને ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. ખાસ કરીને દાદી નીતૂ કપૂર માટે તો પૌત્રી રાહા ‘જીગરનો ટુકડો’ છે. નવરાશની પળોનો લાભ લઈ તે તરત જ દીકરાને ઘરે રાહાને રમાડવા માટે પહોંચી જાય છે.

આ જ કારણથી સવા બે વર્ષની રાહા મમ્મી અને પપ્પાની સાથે-સાથે તેમનો ચહેરો અને અવાજ પણ ઓળખવા લાગી છે. નીતૂ કપૂર જેવા ઘરમાં પ્રવેશે અને તેઓ કંઈક બોલે એટલે તરત રાહાના હાવભાવ બદલાઈ જાય છે. રિપોર્ટ્‌સ પ્રમાણે, રાહા અત્યારથી જ સાઉન્ડ ઓળખવા લાગી છે અને દાદી સાથેનું તેનું બોન્ડિંગ અત્યારથી જ સરસ છે.

બોલિવુડ લાઈફે પરિવારના નજીરના સૂત્રોના આધારે રિપોર્ટ પ્રમાણે, જ્યારે નીતૂ કપૂર તેમના પ્રોફેશનલ કમિટમેન્ટમાં વ્યસ્ત ન હોય ત્યારે રાહા સાથે વાત કરવા માટે નિયમિત વીડિયો કોલ કરે છે. તેથી, નીતૂ જ્યારે ફેસ-ટુ-ફેસ મળે ત્યારે નાનકડી રાહા જલ્દીથી તેમને ઓળખી જાય છે.

રિપોર્ટ પ્રમાણે, રાહા આમ તો હજી નાની છે તેથી તે મમ્મી આલિયા અને પપ્પા રણબીરમાંથી કોના જેવી લાગે છે તે સ્પષ્ટ કહેવું મુશ્કેલ છે. પરંતુ તે ખૂબ જ ક્યૂટ છે. આ સિવાય તે સ્વભાવે શાંત પણ છે. રાતે તે શાંતિથી ઊંઘી રહે છે અને મમ્મીને પણ ઊંઘવા દે છે.

આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને નીતૂ કપૂરે થોડા દિવસ પહેલા જ ફોટોગ્રાફર્સ સાથે એક મીટિંગ કરી હતી અને રાહા બે વર્ષની ન થાય ત્યાં સુધીની તેની તસવીરો ક્લિક ન કરવાની વિનંતી કરી હતી. આ સાથે તેમણે ફેનપેજને પણ આ વાતનું ધ્યાન રાખવા કહ્યું હતું.

કપલે કહ્યું હતું કે, જાે ભૂલથી પણ રાહાની તસવીર ક્લિક થાય અને તેઓ તે પોસ્ટ કરે તો ઈમોજીથી તેનો ચહેરો છુપાવી દે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, આલિયા ભટ્ટ ખૂબ જલ્દી કરણ જાેહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાણી’માં રણવીર સિંહ સાથે જાેવા મળશે, જેમાં ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી પણ મહત્વના રોલમાં છે. ફિલ્મ ૨૮ એપ્રિલ ૨૦૨૩માં રિલીઝ થવાની છે.

આ સિવાય તે ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’થી હોલિવુડમાં ડેબ્યૂ કરવાની છે. તેની પાસે ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’ પણ છે, જેમાં તે કેટરીના કૈફ અને પ્રિયંકા ચોપરા સાથે સ્ક્રીન શેર કરતી દેખાશે. બીજી તરફ, રણબીર કપૂર પાસે ફિલ્મ ‘એનિમલ’ છે, જેમાં તેની ઓપોઝિટમાં રશ્મિકા મંદાના છે. થોડા દિવસ પહેલા જ તેનો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો હતો.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers