Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ટીના દત્તા અને શાલિન ભનોટ વચ્ચે થઈ ભયંકર લડાઈ

મુંબઈ, બિગ બોસ ૧૬ના લેટેસ્ટ એપિસોડમાં દર્શકોએ જાેયું કે ઘરના સભ્યોને એક ટાસ્ક આપવામાં આવ્યો હતો જેમાં પ્રાઈઝ મનીની સામે રાશનનો વિકલ્પ આપવામાં આવ્યો. ૧૦ લાખના રાશનમાંથી ઘરના સભ્યોએ ૮ લાખ ૨૦ હજાર રુપિયાનો સામાન ખરીદ્યો અને ૨૧,૮૦૦ રુપિયા બચાવ્યા, જે પ્રાઈઝ મનીમાં ઉમેરાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે અત્યારે નિમૃત કૌર આહલુવાલિયા ઘરની કેપ્ટન છે.

જાે તેની કેપ્ટનશિપ જળવાઈ રહેશે તો તેને ટિકિટ ટુ ફિનાલે મળી શકે છે. અપકમિંગ એપિસોડમાં જાેવા મળશે કે કેપ્ટનશિપને કારણે ટીના દત્તા અને શાલિન ભનોટ વચ્ચે ભયંકર લડાઈ થશે. વાત એટલી આગળ વધી કે બન્ને તુકારા પર આવી ગયા હતા.

મેકર્સે અપકમિંગ એપિસોડનો પ્રોમો શેર કર્યો છે જેમાં શિવ ઠાકરે કહી રહ્યો છે કે, મને રૉ પર્સનાલિટી એમસી સ્ટેનની લાગી રહી છે. એમસી સ્ટેન શિવનું નામ લે છે. સુમ્બુલ પોતાનું અને શિવનું નામ કહે છે. ત્યારપછી શાલિન ભનોટ જણાવે છે કે, મને લાગે છે કે કેપ્ટન્સી નિમૃત પાસે જ રહેવી જાેઈએ.

આ સાંભળીને પ્રિયંકા ચહર ચૌધરી અને ટીના દત્તા ચીડાઈ જાય છે. પ્રિયંકા ચીસો પાડીને કહે છે કે, તમે નિમૃત પાસેથી કેપ્ટન્સી પાછી લેવાની પ્લાનિંગ અને પ્લોટિંગ કરો છો, અને પછી તેને સપોર્ટ કરો છો? ટીના દત્તા શાલિન ભનોટ માટે ‘દોગલા’ શબ્દનો ઉપયોગ કરે છે.

શાલિન કહે છે કે, ટીના તમે કેટલું ખોટું બોલો છો. બધી જ પ્લાનિંગ તમે કરી છે. તુ પોતે એવી છે કે તમારી સાથે જ્યારે એક છોકરાનું ચેપ્ટર સમાપ્ત થયું તો તમે બીજા છોકરાની પાછળ પાછળ જતા રહો છો. પછી તો વાત પર્સનલ લાઈફ સુધી પહોંચી જાય છે.

શાલિનની વાત સાંભળીને ટીના દત્તા ગુસ્સાથી લાલચોળ થઈ જાય છે. તે કહે છે કે, શાલિન ભનોટ સંભાળીને વાત કર નહીં તો લાફો મારી દઈશ. ગંદા માણસ.

પોતાની પત્નીનું સન્માન જાળવી નથી શક્યો અને મારા કેરેક્ટર પર વાત કરે છે. પ્રિયંકા ટીનાને શાંત કરવાનો પ્રયત્ન કરે છે પણ ટીના સાંભળવા તૈયાર નથી. તે કહે છે કે, મારા કેરેક્ટર પર આંગળી ઉઠાવી રહ્યો છે. મને કોઈ ફરક નથી પડતો. શાલિન પણ વળતો જવાબ આપે છે કે, આ જ તારી હકીકત છે. તને ડર છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers