Western Times News

Gujarati News

શરદ પવાર અને નરેન્દ્ર મોદી વચ્ચે આજે મહત્ત્વપૂર્ણ બેઠક

મહારાષ્ટ્રમાં રાજકીય કોકડું ગૂંચવાતાં આજની બેઠક મહત્ત્વપૂર્ણ  સાબિત થાય તેવી શક્યતાં

નવી દિલ્હી: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-શિવસેના ગઠબંધનની સ્પષ્ટ બહુમતી મળવાં છતાં શિવસેનાએ પોતાનાં પક્ષનાં જ ધારાસભ્યોને મુખ્યમંત્રી બનાવવાની માંગણી કરતાં ગઠબંધન તૂટી ગયું છે. જેનાં પરીણામે હજુ સુધી રાજકીય કોકડું ગુંચવાયેલું છે. ભાજપ સાથે ગઠબંધન તૂટ્યાં બાદ શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે ગઠબંધન કરી સરકાર રચવાનાં પ્રયાસો શરૂ કર્યાં છે.

પરંતુ કોંગ્રેસના મોવડી મંડળ દ્વારા શિવસેનાને ટેકો આપવાનાં મુદ્દે કેટલાંક મુદ્દાઓ ઉપસ્થિત  કરવામાં આવ્યાં છે. જેનાં પરીણામે હજુ સુધી ચિત્ર સ્પષ્ટ નહીં થતાં મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. બીજીબાજુ આજે દિલ્હીમાં એક મહ¥વપૂર્ણ ઘટના બનવાની છે. જેમાં એનસીપીનાં અગ્રણી શરદ પવાર બપોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનાં છે. જેનાં પર તમામની નજર મંડાયેલી છે.
શરદ પવારે ખેડૂતોનાં પ્રશ્ને વડાપ્રધાન સાથે મીટીંગ કરવામાં આવનાર છે તેવું જણાવ્યું છે. પરંતુ આ મીટીંગ મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે મહત્વપૂર્ણ  બનવાની છે તેવું મનાઈ રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના શિયાળુ સત્રનાં પ્રારંભમાં જ પોતાનાં પ્રવચનની અંદર જ એનસીપીનાં વખાણ કર્યા હતાં. જેનાં પરીણામે જેનાં રાજકીય ક્ષેત્રે અનેક પરીણામો જાવા મળે તેવું મનાતું હતું. આ દરમિયાનમાં જ ગઈકાલે શરદ પવાર અને કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધી વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહારાષ્ટ્રમાં સરકાર રચવાના મુદ્દે કોઈ જ નિર્ણય લેવાયો નહતો. શિવસેનાના મુખ્યમંત્રીની માંગ સામે તથા શિવસેનાને ટેકો આપવાના મુદ્દે કોંગ્રેસમાં ભારે મતભેદો જાવા મળી રહ્યાં છે.

જેના પરીણામે સોનિયા ગાંધી હાલમાં થોભો અને રાહ જાવોની નીતિ અપનાવી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં રાજકીય કોકડું વધુને વધુ ગુંચવાઈ રહ્યું છે. આ દરમિયાનમાં એનસીપીનાં અગ્રણી શરદ પવાર આજે બપોરે ૧૨ઃ૩૦ વાગ્યાની આસપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનાં છે. આ બંને નેતાઓ વચ્ચે થનારી ચર્ચા ખૂબ જ મહ¥વપૂર્ણ બનવાની છે. જાકે ખેડૂતોનાં પ્રશ્નોને લઈ બેઠક યોજાઈ રહી હોવાનું જણાવાયું છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.