Western Times News

Gujarati News

નિકોલ સ્પા સેન્ટરની તપાસમાં ગયેલી પોલીસે હુક્કા પાર્ટી માણતાં પાંચને ઝડપ્યા

રૂટીન કાર્યવાહી દરમિયાન પસાર થતી પોલીસને જાઈ શખ્શ
ભાગ્યો ને એક મુંબઈનાં 
વ્યક્તિ સહીત ૫ પકડાયા

અમદાવાદ: અમદાવાદ બેફામ ફુટી નીકળેલા હુક્કાબારોમાં નશીલા પ્રદાથો ફલેવર નામીને હુક્કાનુ સેવન કરવામા આવતાં રાજ્ય સરકારે તેના ઉપર પ્રતિબંધ લાદી દીધો હતો. ત્યારબાદ પોલીસ તંત્ર દ્વારા સંઘન કાર્યવાહી કરીને રાજ્યનાં તમામ હુક્કા બાદ બંધ કરવામાં આવ્યા હતા તેમ છતા આ ધંધામાં વધુ રૂપિયા મળતાં હોવાથી કેટલાંક તત્વો છુપી રીતે ગેરકાયદેસર હુકકા બાદ ચલાવતાં હતા.
જા કે પોલીસે લાલ આંખ કરતા આ રાજ્યમાંથી હુક્કાબારો લગભગ ભુંસાઈ ગયાં છે જા કે કેટલાક નશાખોર તત્વો હુક્કાબાર બંધ થઈ જવા છતા હવે પોતે જ હુક્કો બાળીને નશો કરતાં થઈ ગયો છે

ગઈકાલે નિકોલ પોલીસ દ્વારા પેટ્રોલિગ તથા અન્ય રૂટીન કાર્યવાહી કરવામા ાવી રહી હતી એ વખતે એક કોમ્પલેક્ષમાં આવેલી ઓફીસમાંથી પ્રતિબંધીત હુકમની પાર્ટી માણતાં પાચ શખ્શો ઝડપાઈ ગયા છે પોલીસની ટીમ કોમ્પલેક્ષમાં અન્ય સ્થળે ચકાસણી પેટે જતી હતી જા કે એ પહેલા પોલીસને જાઈ એક ઓફિસમા ભાગમભાગ થતા શંકાના આધારે પોલીસે દરોડો પાડતાં પાર્ટી પકડાઈ હતી.

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે મગળવારે નિકોલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ છાસટીયા પોતાની ટીમ સાથે વિસ્તારમાં પેટ્રોલિગ કરી રહ્યા હતા. ઉપરાંત કેટલાંક સ્પા સેન્ટર તથા અન્ય સ્થળોની રૂટીન તપાસ પણ કરી રહ્યા હતા ત્યારે આશરે પોણા સાત વાગ્યાની આસપાસ ડાયનેસ્ટીક હોટલ ચાર રસ્તા પાસે આવેલા સત્યમ પ્લાઝા કોમ્પલેક્ષમા આવેલા સેવન સ્ટાર સ્પાની તપાસ કરવા જતા હતા. એ વખતે એક ઓફીસ આગળથી પસારથતા પોલીસને જાઈ એક વ્યક્તિ અંદરની તરફ ભાગ્યો હતો આ જાઈ પોલીસને શંકા તે પણ ઓફીસમા ઘુસ્યા હતા ઓફિસની અંદરની તરફ જતા પોલીસને જાઈને ભાગેલો શખ્શ હુક્કો ખાલી કરી રહ્યો હતો જેથી તેને અટકાવીને પોલીસે પુછપરછ કરરતા પોતાનું નામ સુમીત પુરી વિષ્ણુપુરી ગોસ્વામી (કૃષ્ણનગર) હોવાનુ જણાવ્યુ હતુ.

ઉપરાંત જેએમડી ફાયનાન્સ નામની આ ઓફીસમાંથી અન્ય ચાર શખ્શો યોગેશકુમાર ઓમકાર નિકોલ રોહિત સિગ બેસ (મુંબઈ) નવદીપસિંગ તોમર (કૃષ્ણનગર) અને દિનેશસીંગ ચૌહાણ (કૃષ્ણનગર) પણ ઝડપાયા હતા ઓફીસની તપાસ કરતા હુક્કો, સિગારેટ, ફેલવર તમાકુ, તથા અન્ય મુદ્દામાલ મળી આવ્યો હતો જેથી પોલીસે પાંચેય શખ્શો વિરુદ્ધ પ્રતિબંધિત વસ્તુનું સેવન કરવાનાં કાયદા હેઠળ ગુનો નોધીને કાર્યવાહી હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે હુક્કાબાદ બંધ થઈ જતા યુવાનો હવે એકલ દોકલ એકત્ર થઈને હુક્કો ફુકતા હોય છે. આ અંગે પીએસઆઈ છાસટીયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતુ કે રૂટીન તપાસ દરમિયાન સ્પાનું ચેકિગ કરવા ગયા હતા કોમ્પલેક્ષમાંથી પસાર થતી વખતે એક ઓફિસમા શખ્શ ભાગ્યો જેથી શંકાના આધારે ઓફીસની તપાસ કરતાં હુક્કો માણતાં પાંચ શખ્શો પકડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.