Western Times News

Gujarati News

ટ્રાફિક અને રોડ એકસીડન્ટ નિવારવાની જવાબદારી સૌની સહીયારીઃ મુખ્યમંત્રી

ટ્રાફીકના નિયમોનું પાલન કરી માર્ગ સુરક્ષા માટે પ્રતિબધ્ધ બનીએ

ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રોડ સેફટી માર્ગ સુરક્ષા માટે આપેલાલ કન્સેપ્ટ ‘૪ઈ- એન્ફોર્સમેન્ટ ઓફ લો, એન્જીનીયરીગ ઓફ રોડ, ઈમરજન્સી કેર અને એજયુકેશનનું અનુપાલન ખુબ જરૂરી છે. ટ્રાફીકના નિયમોનું પાલન કરી માર્ગ સુરક્ષા માટે પ્રતીબધ્ધ બનવા મુખ્યમંત્રીએ સૌને અપીલ કરી હતી.
મુખ્યમંત્રીએ વાહન વ્યવહારતથા ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં ગુજરાત રોડ સેફટી ઓથોરીટીની વેબસાઈટ ગાંધીનગરથી લોન્ચ કરી હતી. મુખ્યમંત્રીએ રાજયમાં માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યકિતનો જીવ બચાવવા માટેની સ્‌(ીમ ઓફ એવોર્ડ ટુ ધી ગુડ સમરીન’ રિલોન્ચ કરી હતી. મુખ્યમંત્રીએ વધુમં કહયું હતું કે ટ્રાફીક અને રોડ એકસીડેન્ટ નિવારવાની જવાબદારી આપણા સૌની સહીયારી છે.

સિગ્નલ સીસ્ટમ કે ટ્રાફીક પોલીસની અનુપસ્થિતીમાં પણ સ્વૈચ્છીક નિયમ પાલન કરી માર્ગ પરીવહનને સુરક્ષીત બનાવવું જાેઈએ. તેમણે કહયું કે, રોડ એકસીડેન્ટની ઘટનામાં પ્રથમ એક કલાક-ગોલ્ડન અવર ખુબ અગત્યનો છે. લોકોના ગુડ સમરીન બની ઈજાગ્રસ્ત ઘાયલ લોકોની જીંદગી બચાવવા આગળ આવવું જાેઈએ. આપણે સંસ્કૃતિ જીવપ્રાણી માત્ર પ્રત્યે દયાભાવ રાખવાનું શીખવે છે.

મહામુલી માનવ જીંદગીના બચાવ માટે આગળ આવવાની ફરજ સૌ કોઈની છે, તેમ તેમણે ઉમેયું હતું. વાહન વ્યવહાર રાજયમંત્રી હર્ષ સંઘવીએ પ્રાસંગીક ઉદબોધન કરતાં જણાવ્યું હતુ કે, આજે પણ લોકોમાં એવી ગેરસમજ છે કે, રોડ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને હોસ્પીટલમાં પહોચાડશો તો તેમને ઉપર કોઈકેસ કે કાર્યવાહી થશે લોકોની આ માનસીકતાને દુર કરવા માટે જ ગુડ સમરીન એવોર્ડની શરૂઆત કરવામાં આવી હતી. મંત્રીએ ઉમેયું કે, ગુડ સમરીટન યોજનાએ માત્ર એક યોજના નહી પરંતુ એક ઝુંબેશ અને આપણા સૌની જવાબદારી છે. શહેરની લઈને ગામડાઓ સુધીનો દરેક વ્યકિત જાે આ યોજના અંંગે માહિતગાર થશે તો રાજયમાં અનેક લોકોના જીવ બચી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.