Western Times News

Gujarati News

વડોદરા સ્ટેશન ઉપર આઠ ટ્રેનોના ઉપડવાના સમયમાં ફેરફાર કરાયો

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા અને તેમની માંગને ધ્યાનમાં રાખતાં વડોદરા સ્ટેશન થઈને પસાર થનારી આઠ ટ્રેનોના પ્રસ્થાન સમયમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે.

પશ્ચિમ રેલવેના સિનિયર જન સંપર્ક અધિકારી શ્રી પ્રદીપ શર્માના અનુસાર આ પરિવર્તન ડિઝલ લોકો થી ઈલેક્ટ્રિક લોકો લગાવવા અને વડોદરા સ્ટેશન ઉપર ટ્રેનોના દબાણને ઓછું કરવા માટે કરવામાં આવી રહ્યો છે જેનાથી સમયની બચત થશે તેમજ આનો પૂરો લાભ યાત્રીઓને મળશે.  આ ટ્રેનોની વિગતો આ પ્રકારે છે.

1. ટ્રેન નંબર 22655 એર્નાકુલમ-હઝરત નિઝામુદ્દીન સુપરફાસ્ટ એક્સપ્રેસનો 01 ફેબ્રુઆરી 2023 થી વડોદરા સ્ટેશનથી પ્રસ્થાન સમય 09.17 કલાકનો રહેશે.

2. ટ્રેન નંબર 22656 હઝરત નિઝામુદ્દીન-એર્નાકુલમ એક્સપ્રેસનો તારીખ 03 ફેબ્રુઆરી 2023 થી વડોદરા સ્ટેશનથી પ્રસ્થાન સમય 18.17 કલાકનો રહેશે.

3. ટ્રેન નંબર 16336 નાગરકોઈલ-ગાંધીધામ એક્સપ્રેસનો 31 જાન્યુઆરી 2023 થી વડોદરા સ્ટેશનથી પ્રસ્થાન સમય 04.30 કલાકનો રહેશે.

4. ટ્રેન નંબર 16335 ગાંધીધામ-નાગરકોઈલ એક્સપ્રેસનો તારીખ 03 ફેબ્રુઆરી 2023 થી વડોદરા સ્ટેશનથી પ્રસ્થાન સમય 17.28 કલાકનો રહેશે.

5. ટ્રેન નંબર 16334 તિરૂવનંતપુરમ-વેરાવલ એક્સપ્રેસનો 30 જાન્યુઆરી 2023 થી વડોદરા સ્ટેશનથી પ્રસ્થાન સમય 04.30 કલાકનો રહેશે.

6. ટ્રેન નંબર 16333 વેરાવળ-તિરૂવનંતપુરમ એક્સપ્રેસનો તારીખ 02 ફેબ્રુઆરી 2023 થી વડોદરા સ્ટેશનથી પ્રસ્થાન સમય 17.28 કલાકનો રહેશે.

7. ટ્રેન નંબર 16338 એર્નાકુલમ-ઓખા એક્સપ્રેસનો 01 ફેબ્રુઆરી 2023 થી વડોદરા સ્ટેશનથી પ્રસ્થાન સમય 04.30 કલાકનો રહેશે.

8. ટ્રેન નંબર 16337 ઓખા-એર્નાકુલમ એક્સપ્રેસનો તારીખ 30 જાન્યુઆરી 2023 થી વડોદરા સ્ટેશનથી પ્રસ્થાન સમય 17.28 કલાકનો રહેશે.

યાત્રીઓને વિનંતી છે કે પોતાની યાત્રા દરમિયના ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખે. ટ્રેનોના રોકાણ, પરિચાલન અને સમય વિશે વિસ્તૃત માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.