Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

અમદાવાદ રેલવે મંડળના 56 રેલવે કર્મચારીઓને સમ્માનિત કરવામાં આવ્યા

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં 74મા ગણતંત્ર દિવસ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો. મંડળ રેલવે મેનેજર શ્રી તરૂણ જૈન દ્વારા અમદાવાદ ખાતે રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ સાબરમતીમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો તથા ત્રિરંગાને સલામી આપી.

મંડળ રેલવે મેનેજરએ આ દરમિયાન વિવિધ વિભાગોના 56 રેલવે કર્મચારીઓને ઉત્કૃષ્ટ કામ માટે સર્ટિફિકેટ અને મેડલ આપી સમ્માનિત કર્યા.

આ કાર્યક્રમમાં પશ્ચિમ રેલવેના મહિલા કલ્યાણ સંગઠન અમદાવાદ મંડળની અધ્યક્ષા શ્રીમતી ગીતિકા જૈન અને તેમની ટીમ, અમદાવાદ મંડળના અપર મંડળ રેલવે મેનેજર (ADRM-INFRA) શ્રી દયાનંદ સાહૂ, અપર મંડળ રેલવે મેનેજર (ADRM) શ્રી અનંત કુમાર, સિનિયર મંડળ કોમર્શિયલ મેનેજર શ્રી પવન કુમાર સિંહ,

સિનિયર મંડળ સુરક્ષા આયુક્ત શ્રી એ. ઈબ્રાહીમ શરીફ, સિનિયર મંડળ કાર્મિક અધિકારી શ્રી હર્ષદ કુમાર વાણિયા તેમજ અન્ય વિભાગોના સિનિયર અધિકારી અને કર્મચારીઓની સાથે તેમના પરિવારજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers