Western Times News

Gujarati News

પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનોના ફેરાનું વિસ્તરણ

યાત્રીઓની સુવિધા માટે અને યાત્રાની માંગને પૂરી કરવા માટે, પશ્ચિમ રેલવે એ વિશેષ ભાડા પર 3 જોડી વિશેષ ટ્રેનોના ફેરા સમાન સંરચના, સમય અને પથ ઉપર વધારી દીધા છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા આપવામાં આવેલી પ્રેસ નોટ મુજબ આ ટ્રેનોની વિગતો આ પ્રકારે છેઃ

1.   ટ્રેન નંબ 01906 અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ સુપરફાસ્ટ સ્પેશિયલના ફેરા 7 માર્ચ થી વધારીને 28 માર્ચ, 2023 સુધી કરી દેવામાં આવ્યા છે. આ પ્રકારે, ટ્રેન નંબર 01905 કાનપુર સેન્ટ્રલ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલના ફેરા 6 માર્ચ થી 27 માર્ચ સુધી વધારવામાં આવ્યા છે.

2.   ટ્રેન નંબર 04166 અમદાવાદ-આગ્રા કેન્ટ સુપરફાસ્ટ સ્પેશિયલના ફેરા 2 માર્ચ થી વધારીને 30 માર્ચ, 2023 સુધી કરી દેવામાં આવ્યા છે. . આ પ્રકારે, ટ્રેન નંબર ટ્રેન નંબર 04165 આગ્રા કેન્ટ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલના ફેરા 1 માર્ચ થી 29 માર્ચ સુધી કરી દેવામાં આવ્યા છે.

3.   ટ્રેન નંબર 04168 અમદાવાદ-આગ્રા કેન્ટ સુપરફાસ્ટ સ્પેશિયલના ફેરા 6 માર્ચ થી વધારીને 27 માર્ચ, 2023 સુધી કરી દેવામાં આવ્યા છે. . આ પ્રકારે, ટ્રેન નંબર ટ્રેન નંબર 04167 આગ્રા કેન્ટ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલના ફેરા 5 માર્ચ થી વધારીને 26 માર્ચ સુધી કરી દેવામાં આવ્યા છે.

ટ્રેન નંબર 01906, 04166 અને 04168 ના વિસ્તારિત ફેરાનું બુકિંગ 29 જાન્યુઆરી, 2023 થી પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના રોકાણ, સંરચના અને સમય વિશે વિસ્તૃત વિસ્તૃત માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.