Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

અનુષ્કાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આલિયાનો એક વીડિયો શેર કર્યો

આલિયાએ બહેન શાહીન સાથે ૧૦૮ વખત કર્યા સૂર્યનમસ્કાર- જેમાં તે યોગાસન કરવામાં મગ્ન છે

મુંબઈ,  કરીના કપૂર, શિલ્પા શેટ્ટી, મલાઈકા અરોરા તેમજ રકુલ પ્રીત સહિતની બોલિવુડ એક્ટ્રેસિસ ફિટ રહેવા માટે યોગાસન કરે છે અને આલિયા ભટ્ટ પણ તેમાંથી એક છે.

નવેમ્બર, ૨૦૨૨માં રણબીર કપૂર સાથે પ્રથમ સંતાનને આવકારનારી આલિયા ભટ્ટ ઘણીવાર યોગા ટ્રેનર અનુષ્કા પરવાણીના સ્ટુડિયો બહાર બહેન શાહીન ભટ્ટ સાથે કેમેરામાં કેદ થતી રહે છે. ડિલિવરી બાદ તે ફરીથી ફિટનેસ તરફ વળી ગઈ છે અને અનુષ્કા ઘણીવાર તેના વીડિયો તેમજ તસવીરો ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરીને ફેન્સને પણ પ્રેરણા આપતી રહે છે.

હવે તેણે ૧૦૮ વખત સૂર્યનમસ્કાર કર્યા બાદ ભટ્ટ સિસ્ટરના ચહેરા પર આવેલા ગ્લોને ફ્લોન્ટ કરતી તસવીરો શેર કરી છે. અનુષ્કાએ ઈન્સ્ટાગ્રામ પર આલિયા ભટ્ટે લીધેલી બે સેલ્ફી શેર કરી છે. જેમાં પહેલી તસવીરમાં ૧૦૮ વખત સૂર્યનમસ્કાર કર્યા બાદ તેના ચહેરા પરનો ગ્લો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે,

જ્યારે અનુષ્કા અને શાહીન તેની પાછળ બેસીને ચહેરા પર સ્મિત રાખીને પોઝ આપી રહ્યા છે. બીજી તસવીરમાં ત્રણેય ખડખડાટ હસી રહી છે. આ સાથે લખ્યું છે ‘આજના ચહેરાઓની ખુશી… જે ૧૦૮ સૂર્ય નમસ્કાર કર્યા બાદ આવી છે’. તેના પર કોમેન્ટ કરતાં મમ્મી સોની રાઝદાને લખ્યું છે ‘જરાય પણ નહીં’,

આ સિવાય આલિયાના ફેન્સે તેની ગ્લોઈંગ સ્કિનના વખાણ કર્યા છે તો કેટલાકે રેડ હાર્ટ ઈમોજી ડ્રોપ કર્યા છે અને દીકરીના જન્મ બાદ તે વધારે ક્યૂચ લાગી રહી હોવાનું કહ્યું છે. અનુષ્કાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આલિયા ભટ્ટનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે યોગાસન કરવામાં મગ્ન છે.

યોગા ટ્રેનર તેને સવાલ કરે છે ‘તો ૧૦૮ વખત સૂર્યનમસ્કાર કરીને તને કેવું લાગી રહ્યું છે?’ જેના જવાબમાં તેણે કહ્યું ‘શક્તિશાળી’. વીડિયોના બેકગ્રાઉન્ડમાં એક્ટ્રેસના ઘરનું સુંદર ઈન્ટિરિયર પણ જાેવા મળે છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, આલિયા ભટ્ટ ખૂબ જલ્દી કરણ જાેહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાણી’માં રણવીર સિંહ સાથે જાેવા મળશે,

જેમાં ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી પણ મહત્વના રોલમાં છે. ફિલ્મ ૨૮ એપ્રિલ ૨૦૨૩માં રિલીઝ થવાની છે. આ સિવાય તે ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’થી હોલિવુડમાં ડેબ્યૂ કરવાની છે, જેનું શૂટિંગ તેણે પ્રેગ્નેન્સી દરમિયાન કર્યું હતું.

તેની પાસે ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’ પણ છે, જેમાં તે કેટરીના કૈફ અને પ્રિયંકા ચોપરા સાથે સ્ક્રીન શેર કરતી દેખાશે. આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષના મધ્યમાં શરૂ થશે તેવી શક્યતા છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers