Western Times News

Gujarati News

ડિવોર્સના ચાર વર્ષ બાદ દુલ્હન બની નીના ગુપ્તાની પુત્રી મસાબા

તસવીરોમાં મસાબા ગુપ્તાને લાઈટ પિંક કલરના લહેંગાની સાથે મેટિંગ ટોપ અને વોલફ્લાવર પ્રિન્ટનો લાઈમ ગ્રીન દુપટ્ટામાં જાેઈ શકાય છે

મુંબઈ,  પોપ્યુલર સેલિબ્રિટી ફેશન ડિઝાઈનર અને એક્ટ્રેસ નીના ગુપ્તાની દીકરી મસાબા ગુપ્તા ડિવોર્સના ચાર વર્ષ બાદ બીજીવાર લગ્નના બંધનમાં બંધાઈ છે. તેણે બોયફ્રેન્ડ સત્યદીપ મિશ્રા, જે વ્યવસાયે એક્ટર છે તેની સાથે સાત ફેરા લીધા છે. બંને લગ્ન પ્રાઈવેટ સેરેમનીમાં થયા જેમાં પરિવારના સભ્યો અને અંગત મિત્રો જ સામેલ થયા હતા.

તેણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લગ્નની કેટલીક તસવીરો શેર કરીને ફેન્સ તેમજ ફોલોઅર્સ સાથે આ ખુશખબરીની વહેંચણી કરી છે. જણાવી દઈએ કે, મસાબા એક્ટિંગમાં પણ હાથ અજમાવી ચૂકી છે. થોડા સમય પહેલા તે તેની બાયોપિક સીરિઝ ‘મસાબા મસાબા’માં પોતાનું પાત્ર ભજવતી જાેવા મળી હતી.

તસવીરોમાં મસાબા ગુપ્તાને લાઈટ પિંક કલરના લહેંગાની સાથે મેટિંગ ટોપ અને વોલફ્લાવર પ્રિન્ટનો લાઈમ ગ્રીન દુપટ્ટામાં જાેઈ શકાય છે, આ સાથે તેણે મેચિંગ જ્વેલરી પહેરી છે અને બાંધેલ વાળમાં એસેસરીઝ લગાવી છે. બીજી તરફ, સત્યદીપે પિંક કલરનો કૂર્તો-પાયજામો પહેર્યો છે, જેમાં તે સ્ટનિંગ લાગી રહી છે.

આ સાથે લખ્યું છે ‘શાંતિના સાગર સાથે આ સવારે લગ્ન કર્યા. આપણી વચ્ચે હંમેશા પ્રેમ, શાંતિ, સ્થિરતા અને સૌથી વધારે સ્મિત જળવાયેલું રહે, મને આ કેપ્શન લખવામાં મદદ કરવા માટે આભાર. આ જર્ની ખૂબ સારી રહેવાની છે’. પ્રિયંકા ચોપરા, આયુષ્માન ખુરાના, વિકી કૌશલ, મલાઈકા અરોરા,

સુધાંશુ પાંડે, અમન ગુપ્તા, વિક્રાંત મેસ્સી, શિલ્પા શેટ્ટી બરખા દત્ત, તમન્ના ભાટિયા, ચિત્રાંગદા ગુપ્તા, બિપાશા બાસુ, પ્રતીક ગાંધી, ભૂમિ પેડનેકર, અનન્યા પાંડે, આથિયા શેટ્ટી, સુઝેન ખાન, રિયા કપૂર, તાહિકા કશ્યપ તેમજ પરિણિતી ચોપરા સહિતના સેલેબ્સે કોમેન્ટ કરી નવદંપતી પર અભિનંદનનો વરસાદ કર્યો છે.

મસાબા ગુપ્તા ફરીથી પરણીને ઠરીઠામ થઈ જતાં સૌથી વધારે ખુશ નીના ગુપ્તા થયા હોય તેમ લાગી રહ્યું છે. તેમણે પણ એક તસવીર શેર કરી છે અને લખ્યું છે ‘આજે દીકરીના લગ્ન થયા મારા દિલમાં અજીબ શાંતિ, ખુશી, આભાર અને પ્રેમ ઉમટ્યો છે જે તમારી સાથે શેર કરી રહી છું મિત્રો.

રિપોર્ટ પ્રમાણે, મસાબા ગુપ્તાએ એટલા માટે ઈન્ટિમેટ વેડિંગ કરવાનો ર્નિણય લીધો કારણ કે, તેનો પતિ સત્યદીપ મિશ્રા શરમાળ સ્વભાવો છે. તે કોન્શિયસ થઈ જાય છે. તે નહોતી ઈચ્છતી કે, આટલા મહત્વના દિવસે તમામ તૈયારીઓની વચ્ચે સત્યદીપ કારણ વગરનો સ્ટ્રેસ લે.

જણાવી જઈએ કે, ૪૦ વર્ષના સત્યદીપ મિશ્રા માટે પણ આ બીજા લગ્ન છે. તેની પહેલી પત્ની બીજી કોઈ નહીં પરંતુ અદિતિ રાવ હૈદરી છે. બંનેએ ૨૦૧૩માં ડિવોર્સ લીધા હતા. બીજી તરફ, નીના ગુપ્તા માટે પણ આ બીજી લગ્ન છે, તેણે ૨૦૧૫માં ફિલ્મ પ્રોડ્યૂસર મધુ મંટેના સાથે લગ્ન કર્યા હતા. ચાર વર્ષ બાદ તેમના ડિવોર્સ થયા હતા.

મસાબા ગુપ્તા અને સત્યદીપ મિશ્રાની મુલાકાત ‘મસાબા મસાબા’ના સેટ પર થઈ હતી. સત્યદીપે મસાબાના પૂર્વ પતિનું પાત્ર ભજવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.