Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

BigBoss16: ફિનાલે પહેલા ટીના દત્તા ઘરમાંથી બહાર ફેંકાઈ

શાલીન, શિવ ઠાકરે અને પ્રિયંકા ચાહર ચૌધરીની સાથે ટીના પણ નોમિનેટેડ હતી, ઓછા વોટ મળવાના કારણે ટીના શોમાંથી બહાર થઈ

મુંબઈ,  રિયાલિટી શો બિગ બોસ ૧૬ અંતિમ ચરણમાં પહોંચી ચૂક્યો છે. શોમાં માત્ર આઠ કન્ટેસ્ટન્ટ્‌સ રહ્યા છે. જેમાંથી ચાર સભ્યો શાલીન ભનોત, શિવ ઠાકરે, પ્રિયંકા ચાહર ચૌધરી અને ટીના દત્તા આ અઠવાડિયે શોમાંથી બહાર થવા માટે ઘરના બાકીના સભ્યો દ્વારા નોમિનેટ કરવામાં આવ્યા હતા.

હવે અહેવાલ આવી રહ્યા છે કે, શોમાં ટીના દત્તાની સફર પૂરી થઈ જશે. ટીના દત્તા આ અઠવાડિયે ‘બિગ બોસ ૧૬’ના ઘરમાંથી બેઘર થઈ શકે છે. ટીના દત્તા અને શાલીમ ભાનોતની ‘લવ-હેટ’ ગેમ ખૂબ ચાલી હતી. પરંતુ તેમનો આ પેંતરો કામ ના લાગ્યો.

ફિનાલે ગણતરીના દિવસો પહેલા જ ટીના શોમાંથી બહાર ફેંકાઈ છે. શોનું ફિનાલે ૧૨ ફેબ્રુઆરીએ થવાનું છે. જાેકે, ટીના શોમાંથી આઉટ થઈ કે કેમ તે અંગે હજી પુષ્ટિ થઈ નથી. આ અઠવાડિયે ઘરમાં નોમિનેશનની પ્રક્રિયા થઈ જેમાં ઘરના મોટાભાગના સભ્યોએ શાલીન, ટીના, પ્રિયંકા અને શિવનું નામ લઈને તેમને નોમિનેટ કર્યા હતા.

ટીના પહેલા પણ શોમાંથી બહાર ગઈ હતી પરંતુ એક દિવસ પછી તેને પાછી લાવવામાં આવી હતી. જાેકે, હવે અહેવાલ આવી રહ્યા છે તે શોમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. શુક્રવારના એપિસોડનો પ્રોમો સામે આવ્યો છે. જેમાં હોસ્ટ સલમાન ખાન નહીં પણ ફરાહ ખાન છે. ફરાહ ખાન ટીના દત્તાને ખૂબ ખખડાવે છે.

સાથે જ પ્રિયંકાનો પણ ઉધડો લે છે. જાેકે, ટીના પોતાના જ એટિટ્યૂડમાં રહે છે અને ફરાહને તેનો આ અંદાજ પસંદ નથી આવતો. જે બાદ તે ઊભી થઈને ચાલી જાય છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, શુક્રવાર કા વાર એપિસોડમાં જાણીતા સિંગર મિકા સિંહ પણ ઘરની અંદર આવશે. સાથે જ તે ગીતો ગાશે.

કાર્તિક આર્યન પણ પોતાની ફિલ્મ ‘શહેઝાદા’ને પ્રમોટ કરવા માટે ઘરમાં જશે. અનિલ કપૂર પણ સેટ પર જાેવા મળશે. જણાવી દઈએ કે, હાલ ‘બિગ બોસ ૧૬’ના ઘરમાં આઠ સભ્યો બાકી રહ્યા છે.

જેમાં ટીના દત્તા, શાલીન ભનોત, પ્રિયંકા, અર્ચના, શિવ, એમસી સ્ટેન, નિમૃત અને સુમ્બુલનો સમાવેશ થાય છે. કહેવાઈ રહ્યું છે કે, આ વખતે પણ ટોપ-૬ કન્ટેસ્ટન્ટ્‌સ ફિનાલે સુધી પહોંચશે અને એક મિડ વીક ઈવિક્શન થશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers