Western Times News

Gujarati News

આરોગ્ય મંત્રી નવી બનેલી ઓફિસ તરફ રવાના થયા અને ગોળી છૂટી

ASI Gopal Das shot Orrissa health Minister Nab Das.

ઓરિસ્સાના આરોગ્ય મંત્રી દાસનું થયેલું નિધન -પોલીસ સબ ઈન્સ્પેક્ટરે ગોળી મારી હતી

(એજન્સી)ભુવનેશ્વર, ઓરિસ્સાના આરોગ્ય મંત્રી નબ દાસનું નિધન થયું છે. ઉલ્લેખનીય છે કે, બ્રજરાજનગર નજીક એક  પોલિસ અધિકારીએ તેમને ગોળી મારતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને એરલિફ્ટ કરી તાત્કાલિક સારવાર માટે ભુવનેશ્વર લઈ જવામાં આવ્યા હતા. ત્યારે તેમણે આજે સાંજે અંતિમ શ્વાસ લીધા હતા. ASI Gopal Das shot Orrissa health Minister Nab Das.

ઓડિશાના આરોગ્ય પ્રધાન નબ દાસને ઓડિશાના ઝારસુગુડા જિલ્લામાં બ્રજરાજનગર નજીક એક સહાયક પોલીસ સબ ઈન્સ્પેક્ટર દ્વારા ગોળી વાગી હતી, જેમાં તેઓ ઘાયલ થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે નબ દાસ બ્રજરાજનગરના ગાંધી ચોક ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા.

ત્યારબાદ નબ દાસ એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે કારમાંથી નીચે ઉતર્યા હતા. તેમના સમર્થકો તેમને હાર પહેરાવી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે, ત્યારે જ એક પોલીસ છજીૈંએ ગોળીબાર કર્યો હતો. તેનું નામ ગોપાલચંદ્ર દાસ છે, જેમને બ્રિજરાજનગર એસડીપીઓએ ગોળી મારી હતી.

ઓડિશાના સ્વાસ્થ્ય મંત્રી નબ દાસને છાતીમાં ગોળી વાગતાં ઈજા થઈ હતી. જાે કે, મંત્રી બચી ગયા હતા અને તેને ઝારસુગુડા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ઓડિશાના મંત્રી બ્રજરાજનગરમાં બીજુ જનતા દળ (બીજેડી)ના કાર્યાલયનું ઉદ્‌ઘાટન કરવાના હતા.

રસ્તામાં તેઓ ગાંધીચોક વિસ્તારમાં કારમાંથી નીચે ઉતર્યા હતા અને નવી બનેલી પાર્ટી ઓફિસ જવા માટે ચાલતા હતા. તે સમયે જ તેમના પર ફાયરિંગ કર્યું હતું. મંત્રી નબ દાસને હવે ઝારસુગુડા એરપોર્ટ પર લઈ જવામાં આવ્યા છે. ઓડિશાના સ્વાસ્થ્ય મંત્રી નબ દાસની સુરક્ષામાં આટલી મોટી અને જીવલેણ ભૂલ કેવી રીતે થઈ તે જાણવા માટે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

નવીન પટનાયકે સ્વાસ્થ્ય મંત્રી નબ દાસ પર થયેલા હુમલાની નિંદા કરી હતી. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યુ હતુ કે, હુમલાની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી હું આઘાતમાં છું. હું આની સખત નિંદા કરું છું અને તેના ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છું. ક્રાઈમ બ્રાન્ચને તપાસનો નિર્દેશ આપવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.