Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

સેબલીયા પંથકમાં ટી.બી દર્દીઓને પોષણ કીટ વિતરણ કરાઈ

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજ સુતરીયા સાહેબ તથા ડૉ.ફાલ્ગુનીબેન ડી.ટી.ઓ સાહેબના માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્મા તાલુકા આરોગ્ય અધિકારી ડો. કે એમ ડાભી સાહેબની અધ્યક્ષતામાં પ્રધાન મંત્રી ટી.બી મુક્ત ભારત અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સેબલીયાના કુલ ૧૧ દર્દીઓને આજુબાજુ વિસ્તાર ના ડોનર દ્વારા પોષણ સહાય કીટ વિતરણ કરવા મા આવી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સેબલીયાના મેડિકલ ઓફિસર ડો.એ આર મકવાણા સાહેબ ટીબી રોગના લક્ષણો , સારવાર તથા સાવચેતી રાખવા માહિતી આપવા માં આવી.જેનું સફળ સંચાલન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સેબલીયાના સુપરવાઈઝર બિપીનભાઈ બારડે કર્યું હતું.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers
Exit mobile version