Western Times News

Gujarati News

પંચમહાલ જિલ્લામાં ૧૬ વર્ષની સગીરાને આત્મહત્યા કરવા જતાં ૧૮૧ અભયમ ટીમે બચાવી

(પ્રતિનિધિ)ગોધરા. શહેરા તાલુકાના એક ગામમાંથી થર્ડ પાર્ટી દ્વારા ૧૮૧ અભયમ માં કૉલ આવેલ અને જણાવેલ કે દિકરી ને તેના પિતા નથી. તેના મ્મમી અને ભાઈ દ્વારા હેરાનગતિ છે અને તે કુવા માં કુદી મરી જવા જયરહી છે તેની મદદ માટે તેમ ૧૮૧ અભયમ મા કૉલ આવતાની થોડી જ ક્ષણોમાં ૧૮૧ અભયમ ટીમના કાઉન્સેલર મધુબેન . પોલીસ કોન્સ્ટેબલ ડિમ્પલબેન તથા ટીમ સહિત ઘટના સ્થળે દોડી ગયેલ.

પછી સ્થળપર પહોંચી થર્ડ પાર્ટી સાથે વાતચિત કરી.ત્યારબ્દ ૧૬ વર્ષ ની સગિરાને કાઉન્સેલર મધુબેન દ્વારા કાઉન્સિલિંગ કરી તેની સમસ્યા જાણી સમજી તેને સાંત્વના આપી સમજાવેલ કે આત્મહત્યા એ સમસ્યાનું સમાધાન નથી અને મરી જવાથી લગ્ન પણ થવાના નથી.૧૬ વર્ષ ની નાની ઉંમરે લગ્ન ન કરાય લગ્નની ઉંમર ૧૮ વર્ષ થાય ત્યારબાદ લગ્ન કરવા.પછી તેને કાયદાકીય જાણકારી આપી હતી. અભ્યાસ મા ધ્યાન આપવું આગળ વધવું.

નોકરી મેળવવી પછી લગ્નકરવું સલાહ આપી હતી. અને મમ્મીએ લગ્ન નહી કરાવાથી આપધાત કરી, કૂવા માં કુદી મારી જવાના દીકરીના વિચારો ને દુર કર્યાં હતા. અને સમજાવેલ કે મોટો ભાઈ છે, ઘરમાં પિતાનું મૃત્યું થયેલ છે ઘરમાં માતા ની તેમજ ભાઈની વાત માનવી જાેઈએ વગેરે જીવન ઉપયોગી સલાહ , સૂચન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પછી ૧૦૯૮ તથા ર્ંજીઝ્ર જેવી સંસ્થા વિશે માહિતી પણ આપી હતી. ૧૮૧ટીમના કાઉન્સેલર મધુબેન સગિરા નું વધુ કાઉન્સિલિંગ કરતા જાણ્યુ કે તેને આશરે ૧-વર્ષ થી તે છોકરો પસંદ છે તેના કોન્ટેકમાં રહે છે અને મને લગ્ન જાે નહિ કરીઆપે તો હું મરી જઈશ તે જ વિચારોમાં રહેતી હતી.

તેથી દીકરી ના મમ્મી ને સમજાવતા તેમની આંખો માં દડદડ આંસુ વહેતા તે જણાવતા કે દીકરીને ભણાવી ગણાવીને આગળ વધવાના સ્વપ્નાં જાેયા છે.તેના પિતા ના મૃત્યું થયાના અંતે પણ તેનો અભ્યાસ નય બગડે તેનું ધ્યાન રાખવું કહ્યું હતું. પરંતુ દીકરી સમજતી નથી માટે અભ્યાસ બંધ કરાવેલ હતો. પછી ૧૮૧ ટીમે દીકરીને સમજાવી આત્મહત્યા કરવા જતાં બચાવી . ભવિષ્ય માં ઉપયોગી થાય તેવું કાર્ય કરે અને આગળ અભ્યાસ સુરું કરે તેમાટે સમજાવતા દિકરી સમજી-વિચારી રેડી થઈ હતી. યારબાદ ૧૮૧ ટીમની મદદ બદલ દીકરીનો પરીવાર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.