Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ડાકોરની સેવાભાવી સંસ્થા દ્વારા વાલ્લા શાળાના તમામ વિદ્યાર્થીઓને ગરમ સ્વેટર અર્પણ

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળાના તમામ ૧૭૦ વિદ્યાર્થીઓને ડાકોરની સંસ્થા નીકો ઓર્ગો પ્રાઈવેટ લિમિટેડ તરફથી ગરમ સ્વેટર અપાયા છે.શિયાળાની ઋતુમાં ગરમ કપડાથી શરીરનું રક્ષણ થાય છે.આ વર્ષે ઠંડી પણ ખૂબ વધુ છે ત્યારે શાળાના ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટ અને નડિયાદના દિપકભાઇ નરિયાણીના સક્રિય પ્રયત્નોથી આ સહાય મળેલ છે.

જેના વિતરણ સમયે સંસ્થાના પ્રતિનિધિ યોગેશભાઈ રમણભાઈ પટેલ ખાસ હાજર રહ્યા હતા . શાળા તરફથી તેમનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું .દાતા સંસ્થાનો આચાર્ય જયપાલસિંહ ઝાલા તથા હિતેશકુમાર બ્રહ્મભટ્ટે ખાસ આભાર વ્યક્ત કર્યો હતો. સ્વેટર સહાય મેળવી શાળાના વિદ્યાર્થીઓ ખૂબ આનંદિત થયા હતા

Copyright © All rights reserved. | Developed by Aneri Developers